September 18, 2024
દુનિયા

ઇઝરાયેલે ગાઝા પર ઘેરો ઘાલ્‍યો, વીજળી, ઈંધણ, ખોરાક, સામાન અને પાણીના પુરવઠામાં કાપ મુકવામાં આવ્‍યો

હમાસના હુમલા પછી ઇઝરાયેલે ગાઝા પર ઘેરો ઘાલ્‍યો છે, બીબીસી અહેવાલો. વીજળી, ઈંધણ, ખોરાક, સામાન અને પાણીના પુરવઠામાં કાપ મુકવામાં આવ્‍યો છે. આનો અર્થ એ થયો કે ગાઝામાં લોકો વીજળી માટે જનરેટર પર આધાર રાખશે, જો તેમની પાસે જનરેટર ચલાવવા માટે બળતણ હશે. આ સપ્તાહની શરૂઆતમાં ઈઝરાયેલે ગાઝા પટ્ટીમાં વીજળી, ઈંધણ અને પાણીનો પુરવઠો બંધ કરવાની જાહેરાત કરી હતી. ઈઝરાયેલની સેનાનું કહેવું છે કે ગાઝા પાસે તેમને આપવામાં આવેલા મિશનને પાર પાડવા માટે લાખો સૈનિકો તૈયાર છે.

સીએનએન સાથે વાત કરતા ગાઝા પાવર ઓથોરિટીના વડા ગલાલ ઈસ્‍માઈલે કહ્યું કે ગાઝા હાલમાં વીજળી વિના છે. તેમણે કહ્યું કે ગાઝામાં લોકો હજુ પણ વીજળી માટે પાવર જનરેટરનો ઉપયોગ કરે છે. પરંતુ સરહદની ચારે બાજુ નાકાબંધીને કારણે જનરેટર કામ કરવા માટે જરૂરી બળતણ ખતમ થઈ રહ્યા છે. ઇઝરાયલી સરકારે હમાસના ઇઝરાયેલ પર અચાનક હુમલાના જવાબમાં પેલેસ્‍ટિનિયન પ્રદેશની સંપૂર્ણ ઘેરાબંધી લાદવાની વાત કરી હતી તેના બે દિવસ બાદ પાવર પ્‍લાન્‍ટ બંધ કરવામાં આવ્‍યો છે. આનાથી વીજળી, ખોરાક, બળતણ અને પાણીની ઍક્‍સેસ બંધ થઈ જશે.

દેશની બીજી બાજુ, હિઝબુલ્લાહના હુમલાના જવાબમાં ઇઝરાયેલે લેબનીઝ પ્રદેશ પર હુમલો કર્યો છે. બીબીસીના અહેવાલ મુજબ, શનિવારે હમાસના હુમલા બાદ ૧૭ બ્રિટિશ નાગરિકોના મળત્‍યુ અથવા ગુમ થયાની આશંકા છે. દરમિયાન, ઇજિપ્તના ટોચના રાજદ્વારી સમેહ શૌકરીએ બુધવારે પેલેસ્‍ટિનિયન શરણાર્થીઓ માટે યુએન એજન્‍સીના વડા સાથે ગાઝામાં નાગરિકોને કેવી રીતે મદદ કરવી તે વિશે વાત કરી. બીબીસીના અહેવાલ મુજબ, હમાસના હુમલાને કારણે ઈઝરાયેલમાં મળત્‍યુઆંક ૧,૨૦૦ પર પહોંચી ગયો છે. જ્‍યારે ગાઝામાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં ૧૦૦૦થી વધુ લોકો માર્યા ગયા છે.

ઈઝરાયેલ પર હુમલો હમાસ માટે મોટી સમસ્‍યા બની ગઈ છે. હમાસના હુમલાનો જવાબ આપતા ઈઝરાયેલે ગાઝા પટ્ટીમાં મોટો વિનાશ કર્યો છે. યુદ્ધ ચાલુ છે અને બંને તરફથી રોકેટ, બોમ્‍બ અને ગોળીઓ સતત છોડવામાં આવી રહી છે. ઇઝરાયેલ આતંકવાદી જૂથના ઠેકાણાઓને પસંદગીયુક્‍ત રીતે નષ્ટ કરવામાં વ્‍યસ્‍ત છે. જો કે, આ દરમિયાન ઇઝરાયેલ ડિફેન્‍સ ફોર્સિસ (IDF) એ હમાસ પર લોકો સાથે ઝોમ્‍બીની જેમ વર્તન કરવાનો આરોપ લગાવ્‍યો છે.

તમને જણાવી દઈએ કે, ઈઝરાયેલના ૧૨૦૦ લોકો માર્યા ગયા છે. ઘણા લોકોને બંધક બનાવવામાં આવ્‍યા હોવાના અહેવાલ છે. ઇઝરાયેલ સંરક્ષણ દળોએ દાવો કર્યો હતો કે હમાસે ઘણા લોકોને બંધક બનાવ્‍યા હતા અને તેમને મળત્‍યુદંડની સજા આપવામાં આવી રહી હતી.

IDF ઓફિસર જોનાથન કોનરિકસે કહ્યું, બાળકો માર્યા ગયા હોવાના અહેવાલ હતા, પરંતુ અમારા માટે તેના પર વિશ્વાસ કરવો મુશ્‍કેલ હતો. હમાસ આવી બર્બરતામાં ઉતરશે તે અમે માનતા નહોતા. જો કે, સાક્ષીઓ આગળ આવતા, તે વાતની પુષ્ટિ થઈ છે કે હમાસ આવું જ કરી રહ્યું છે.

તેણે દાવો કર્યો હતો કે હમાસ એક ઝોમ્‍બી મૂવીની જેમ ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલી મહિલાઓ અને બાળકોને હાથકડી મારીને મોતને ઘાટ ઉતારી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, આ નિવેદન એવા સમયે આવ્‍યું છે જ્‍યારે શનિવારે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા અચાનક હુમલાના જવાબમાં ઈઝરાયેલે ગાઝા પટ્ટીમાં હમાસની જગ્‍યાઓ પર બોમ્‍બમારો કર્યો હતો.

ઈઝરાયેલે દાવો કર્યો હતો કે ગાઝા પટ્ટીમાં હમાસના અનેક ઠેકાણા છે. આ નેટવર્ક ટનલ અને બંકરો દ્વારા ચાલી રહ્યું છે. તેણે કહ્યું કે તે આ લક્ષ્યોને ટાર્ગેટ કરવાની યોજના બનાવી રહ્યો છે. બીજી તરફ, ઇઝરાયેલ પણ લેબનોન તરફથી થતા હુમલાઓ સામે ઝઝૂમી રહ્યું છે. આવી સ્‍થિતિમાં, IDF પણ લેબેનોનને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ઇઝરાયેલના વડા પ્રધાન બેન્‍જામિન નેતન્‍યાહૂએ વિદેશ પ્રધાન યોવ ગાલાન્‍ટ સાથે પ્રેસ કોન્‍ફરન્‍સ યોજી હતી. તેમણે ભૂતપૂર્વ IDF સ્‍ટાફની આગેવાની હેઠળ વિરોધ પક્ષ બ્‍લુ એન્‍ડ વ્‍હાઇટ પાર્ટી સાથે મળીને રાષ્‍ટ્રીય કટોકટીની સરકારની સ્‍થાપના કરવાની જાહેરાત કરી છે. આ કોન્‍ફરન્‍સમાં રક્ષા મંત્રી બેની ગાન્‍ઝ પણ સામેલ થયા હતા. પીએમ નેતન્‍યાહુએ પોતાના સંબોધન દરમિયાન આતંકવાદી સંગઠનને ચેતવણી આપતા કહ્યું કે હવે હમાસના તમામ સભ્‍યોનું મોત નિશ્‍ચિત છે.

સમેહ શૌકરીએ ગાઝા પટ્ટીમાં ભયંકર માનવતાવાદી પરિસ્‍થિતિ વિશે ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે ઇજિપ્ત માનવતાવાદી સહાયની ખાતરી કરવા માટે યુએન એજન્‍સીઓને સંપૂર્ણ સમર્થન આપે છે. ઇઝરાયેલે ગાઝા પટ્ટી સાથેના તેના ક્રોસિંગને બંધ કરી દીધા છે, એટલે કે ઇજિપ્ત-નિયંત્રિત રફાહ ક્રોસિંગ એ નાગરિકો માટે એકમાત્ર સંભવિત માર્ગ છે. બીબીસીના અહેવાલમાં જણાવાયું છે કે આ વિસ્‍તારમાં ઇઝરાયેલના હવાઈ હુમલા બાદ ઇજિપ્તે મંગળવારે ક્રોસિંગ બંધ કરી દીધું હતું

Related posts

યુકે ની એક નોકરીમાં કર્મચારીએ ફક્ત પથારીમાં પડયા રહેવાનું , ટીવી જોવાનું અને સૂવાનું, જલસા વાળી નોકરી

Ahmedabad Samay

ઈતિહાસમાં પ્રથમ વખત ભારતે કોઈ મહિલા ICC ટૂર્નામેન્ટ જીતી

Ahmedabad Samay

બાબા વેંગા ની ભવિષ્યવાણી ફરી ચર્ચામાં

Ahmedabad Samay

અમેરિકાના વોશિંગ્ટન ડી.સી. પર ફાયરિંગની ઘટના

Ahmedabad Samay

મહિલા ટીમ ઈન્ડિયાએ પ્રથમ સેમીફાઈનલમાં પણ એકતરફી જીત નોંધાવી

Ahmedabad Samay

સુમિત અંતિલે ભારત માટે જ્વેલિન થ્રોનામાં ત્રીજો મેડલ જીત્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો