વસ્ત્રાલમાં પાણી પીવાના બહાને ઘરમાં આવી મહિલાને બેભાન કરી ચલાવી લૂંટ,અમદાવાદનો ચેતવણીરૂપ કિસ્સો, નણંદ ભાભીને બેભાન કરીને બપોરે 12.30 કલાકે ચલાવી લૂંટ.
વસ્ત્રાલમાં આવેલ સહજાનંદ બંગલોઝમાં મકાન નંબર 21 માં બ્યુટી પાર્લર નો ઓર્ડર આપવાનુ બહાનું બતાવીને મકાનમાં ભાડે રહેતા બેન તથા તેમના નણંદ ઘરમાં હાજર હતા ત્યારે બપોરના 12:30 વાગે અજાણી બે મહિલા આવી અને તેઓએ કહ્યું પાણી પીવું છે. ઘર માં હાજર બેન એ પાણી આપ્યું અને બંને બહેનોએ અજાણી મહિલાને પાણી આપ્યા બાદ થયા બેભાન.
ઘર માં હાજર બેન તથા તેમના નણંદની કાનની બુટ્ટી સાથે રોકડા રૂપિયા લઈ બંને અજાણી મહિલા પલાયન થઈ ગયેલ. ઘટનાને અંજામ આપનાર મહિલા CCTV માં થઇ કેદ.ફુટેજના આધારે પોલીસે તપાસ હાથધરી છે,