ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનના આતંકી સંગઠન હમાસ વચ્ચે ધમાસણ લડાઇ ચાલે છે. ઇઝરાયેલ હવાઇ હુમલાથી આગળ વધીને હવે સંપૂર્ણ આક્રમણ કરવાની દિશામાં આગળ વધી રહયું છે.
આજકાલ ઇઝરાયેલના ડી૯આર આર્મડ બુલડોઝરની ચર્ચા ખૂબ ચાલે છે જેને પ્રેમથી ડૂબી અથવા તો ટેટી બેર કહેવામાં આવે છે. આ ટેડીબેર ઉપનામ આર્મર્ડ મિકેનિકલ એન્જિનિયરિંગ ઇકિવપમેન્ટના હીબુ્ર ટૂંકાક્ષર પરથી આવે છે. આ ટેડીબેર બુલડોઝરની ખાસિયત છે કે તે સાંકડી શેરીઓ અને ટનલ નેટવર્કમાં પણ સરળતાથી ઘૂસી જાય છે. તે વિસ્ફોટકો લઇ જવા અને રસ્તામાં આવતા અવરોધોને તોડી પાડવા માટે સક્ષમ છે. બંદુકો અને વિસ્ફોટોનો સામનો કરવાની તેની ક્ષમતા ગજબની છે. આર્મડ બુલડોઝરનો ઉપયોગ ખાણોમાં વિસ્ફોટ કરવા માટે થતો હોય છે આથી તે હાહાકાર મચાવી દે તેવું છે. ટેડી બેર બુલડોઝરની લંબાઇ બ્લેડ સાથે ૨૭.૦૩ ફૂટ, પહોળાઇ ૧૫.૩ ફૂટ અને વજન ૬૨ ટન ધરાવે છે.
યુધ્ધ વિસ્તાર માટે આ સ્થિતિસ્થાપક મશીન કેટર પિલર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. ઇઝરાયેલી સેના દ્વારા રોકેટ અને ગ્રેનેડ સામે રક્ષણ મળે તે માટે ૨૦૧૫માં અપગ્રેડ કરવામાં આવ્યું હતું. બુલડોઝરની બ્લેડ અને સ્લેટ બખ્તર ગોળીઓ અને વિસ્ફોટકો સામે અભેદ કવચ પુરુ પાડે છે.
દુનિયામાં જેની ચર્ચા ચાલે છે એ બુલડોઝર માત્ર મશીન જ નથી પરંતુ ઇઝરાયેલની લશ્કરી તાકાત અને નિશ્ચર્યનું પણ પ્રતિક છે. જેમ જેમ ગાઝામાં સંઘર્ષ વધતો જાય છે તેમ તેમ ઇઝરાયલ આક્રમક વ્યૂહરચના ગોઠવી રહયું છે જેમાં ટેડી બેર બુલડોઝરે ધ્યાન ખેંચ્યું છે.