અમદાવાદનો વિશાલા બ્રિજ પણ મોતનો બ્રિજ બની શકે તેવી સ્થિતિ આ બ્રિજની થઈ છે. વિશાલા બ્રિજ જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યો છે. બ્રિજ પરની આ સ્થિતિને જોતા કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ બ્રિજ પર વાહનવ્યવહાર બંધ કરવાની માગ કરી છે.
વિશાલા બ્રિજ પર મોટી સંખ્યામાં મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. ત્યારે બ્રિજ પરના કોંક્રિટના બાંધકામોમાં મોટા ગાબડા પડી ગયા છે. અગાઉ સામાન્ય મરામત થઈ હતી પરંતુ બ્રિજના બ્લોકમાં ખાડા પડી જવા જેવી સ્થિતિ પણ નિર્માણ થઈ છે. વિશાલા બ્રિજનો રેલિંગનો ભાગ પણ તૂટી ગયો છે.
આમ બ્રિજની સ્થિતિ જર્જરીત જેવી બની છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટે મોરબી દૂર્ઘટના બાદ તમામ બ્રિજને લઈને તેની ચકાસણી કરવાના આદેશ આપ્યા હતા. ત્યારે અગાઉ તંત્ર દ્વારા આ ચકાસણી પણ કરાઈ છે અને હાઈકોર્ટમાં રીપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે ત્યારે અમદાવાદ વિશાલા બ્રિજની આ સ્થિતિ સામે આવી છે. આ બ્રિજમાં પણ યોગ્ય સમારકામ વહેલી તકે થવું જરુરી છે.
અમદાવાદમાં કેચલાક બ્રિજને લઈને સામે આવી રહ્યો છે વિવાદ
અમદાવાદમાં કેટલાક બ્રિજની સ્થિતિ ચિંતાજનક અને વિવાદાસ્પદ છેલ્લા કેટલાક સમયથી રહી છે. તેમાં પણ અગાઉ હાટકેશ્વર બ્રિજ થોડા સમયમાં જર્જરીત થતા ભ્રષ્ટાચારના આરોપો સાથે પોલીસ ફરીયાદ પણ એજન્સીઓના માલિક પર થઈ છે. આ સિવાય શાસ્ત્રીનગર અને પ્રગતિનગર વચ્ચેના બ્રિજનું કામ અત્યારે પડતું મુકાતા લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આમ ફરી એકવાર આ વિશાલા બ્રિજને લઈને પણ તેની જર્જરીત સ્થિતિ મોટી મુશ્કેલી પણ સર્જી શકે છે.
બ્રિજની અત્યારની સ્થિતિ, નીચે પડી ગયા છે ગાબડા
વિશાલા બ્રિજ પર ડી રહ્યા છે ગાબડા
બ્રિજનો ભાગ આસપાસનો થોડો દબાઈ રહ્યો છે.
બ્રિજના બ્લોકમાં ખાડા પડી ગયા.
10 મીટરની રેલિંગનો ભાગ બ્રિજનો તૂટી ચૂક્યો છે.
આરસીસી બ્લોકના સળીયા બહાર નિકળી ગયા.