પાણી ભરાવાની વર્ષોની સમસ્યાનો ચમનપુરા, મેઘાણીનગર અને અસારવામાં આવ્યો અંત,પૂર્વ કાઉન્સિલર બિપિન પટેલે આ પ્રોજેક્ટને પૂરો કરવામાં જે પદાધિકારીઓએ સહયોગ આપ્યો તેમનો હ્દયપૂર્વક આભાર માન્યું અને આ સમસ્યાનો કેવી રીતે અંત આવ્યો તેના વિશે વિસ્તારમાં માહિતી આપતા જણાવ્યું કે
ચમનપુરા-મેઘાણીનગરમાં વરસાદી પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ આવ્યો…
સાત કરોડના ખર્ચે સ્ટોમ વોટર લાઈન – કોર્પોરેશન, કેન્દ્ર અને આર્મી ઓથોરિટીની મંજૂરીથી અંતે લોકસમસ્યાનો હલ આવ્યો.
છેલ્લા વીસ વર્ષથી મેં અસારવા નગરસેવક તરીકે કામ કર્યું. પ્રજાલક્ષી અનેક કાર્યોનું સુકાન કર્યું, પણ ચમનપુરા, કુબેરનગર અને મેઘાણીનગરમાં વરસાદી પાણીના ભરાવવાની જે સમસ્યા હતી તેનો કોઈ ઠોસ ઉકેલ લાવી શકાયો નહોતો. જ્યારથી પ્રશ્ન મારા ધ્યાન પર આવ્યો ત્યારથી તે માટે ખૂબ પ્રયાસ કર્યાં. કોર્પોરેશનના પદાધિકારીઓ,તત્કાલીન સાંસદસભ્યો અને ધારાસભ્યોઆ પ્રશ્ન સાથે સંકળાયેલાં આર્મીના અધિકારીઓ સાથે પણ અવારનવાર સંવાદ કર્યો, બેઠકો કરી. પણ કેમેય કરીને તેનો નીવેડો આવતો નહોતો. આ પૂરા પ્રશ્નમાં આર્મી ઓથોરીટીની મંજૂરી લેવાની હતી તેથી કાર્ય વધુ મુશ્કેલ હતું.
જોકે કાર્ય કેટલું પણ મુશ્કેલ હોય, નગરસેવક તરીકેની મારી ફરજ હતી કે ચમનપુરા અને મેઘાણીનગરનાં વિસ્તાર વરસાદી પાણીના ભરાવાથી મુક્તિ મેળવે. રજૂઆતો થતી અને સમય વહેતો રહ્યો તે દરમિયાન પાણીનો નિકાલ થાય તે માટે હંગામી ઉકેલ પણ શોધ્યો. જે પાણી બાર-પંદરેક કલાકે ઉતરતું તે ચાર-છ કલાકે ઉતરી જાય તે સ્થિતિ લાવી. જોકે પ્રયાસ પાણી ભરાય જ નહીં તે હતો અને તે માટે સતત પ્રયત્ન કરતો રહ્યો. હવે તેનું પરિણામ મળ્યું છે. ચમનપુરા-મેઘાણીનગર-કુબેરનગર વિસ્તાર હવે વરસાદી પાણીના ભરાવાથી મુક્તિ મેળશે.
ચમનપુરા અને મેઘાણીનગર વિસ્તાર આર્મી કન્ટોનમેન્ટની નજીક આવેલા છે અને તેથી ત્યાં એવી કોઈ વ્યવસ્થા વર્ષોથી નિર્માણ ન થઈ જેથી વરસાદી પાણીનો ભરાવો અટકાવી શકાય. આ વિસ્તારોમાં વસ્તી વધી, ઇમારતો નિર્માણ પામી પછી પાણી ભરાવાની સમસ્યા વધુ વકરી. આ વિસ્તારોનું વરસાદી પાણીનો નિકાલ શાહીબાગ ડફનાળાના માર્ગે સાબરમતીમાં થતો. જોકે અહીં અન્ય વિસ્તારોનું પાણી પણ એકઠું થતું, જેથી કરીને ચમનપુરા-મેઘાણીનગરની આસપાસ પાણીનો ભરાવો કલાકો સુધી રહેતો. ઘણી વાર વરસાદ વધુ આવે ત્યારે લોકોને આર્થિક નુકસાન ભોગવવું પડતું.
સમસ્યાનો ક્યાસ કાઢ્યો અને તેનો ઉકેલ તપાસ્યો ત્યારે સ્ટ્રોમ વોટર લાઈન મેમ્કોબ્રીજ નીચેથી આર્મી કન્ટોન્ટમેન્ટમાંથી લઈ જઈને કેમ્પ હનુમાનની પાછળ સાબરમતી નદીમાં લઈ જવાનો ઉકેલ મારી ધ્યાનમાં આવ્યો.આ દરમિયાન વૉટર સપ્લાયનો ડેપ્યુટી ચેરમેન બન્યો ત્યારે તો આ સમસ્યા અંગે રજૂઆત અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓથી માડીને દિલ્હીમાં સંસદસભ્યો સહિત, આર્મીના અધિકારીઓની વારંવાર મુલાકાત કરી. 2015માં તો તે માટે પૂનામાં આર્મીના હેડક્વાર્ટર ખાતે AMC વોટર પ્રોજેક્ટ ના અધિકારીઓ સાથે મીટીંગ કરી હતી સાથે હું પણ ગયો હતો.જોકે 2014 અગાઉ આ કામ કોઈ રીતે આગળ વધી ન શક્યું. પછીથી 2014 માં ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં સત્તા પર આવતા,
અંતે બે દાયકાની અથાક મહેનતના પરિણામે સફળતા મળી છે. હનુમાન કેમ્પના પાછળના ભાગમાં આવેલી નદીમાં પાણીનો નિકાલ આવે તે રીતે સ્ટોમ વૉટર લાઈન નાંખવામાં આવી છે. આ પૂરી કામગીરીમાં સાત કરોડનો ખર્ચ થયો છે.આ સ્ટ્રોમ વૉટર લાઈન મેમ્કો બ્રીજ નીચેથી 450MM, રામેશ્વર ચાર રસ્તાથી 1000MM, અને આર્મી કેન્ટોનમેન્ટ વિસ્તાર થી સાબરમતી નદી સુધી 2000MM વરસાદી લાઈન નાખવામાં આવેલ છે.જેની કામગીરી આજરોજ પૂર્ણ થયેલ છે,
હવે ચમનપુરા-મેઘાણીનગર અને કુબેરનગરને વરસાદી પાણીના ભરાવાથી મુક્તિ મળશે. લોકોની સમસ્યાનો ઉકેલ આવે ત્યારે તેનો સંતોષ અનુભવાય. તે સંતોષના ઘૂંટડા અત્યારે પી રહ્યો છું.