August 7, 2026
તાજા સમાચારરમતગમત

કિસ્મત ચમકી, તમ્બુમાં રહેતા યશસ્‍વી જયસ્‍વાલે એક્‍સ બીકેસીમાં ૫.૪ કરોડ રૂપિયામાં એક એપાર્ટમેન્‍ટ ખરીદ્યું

ભારતીય ક્રિકેટ ટીમની યુવા સ્‍ટાર યશસ્‍વી  જયસ્‍વાલ ક્રિકેટના મેદાનમાં ધૂમ મચાવી રહ્યો છે  માત્ર ૨૨ વર્ષની ઉંમરે તેણે ૨૨ વર્ષનો અનુભવ ધરાવતા જેમ્‍સ એન્‍ડરસનની ધોલાઈ કરી હતી ઇંગ્‍લેન્‍ડ સામે ચાલી રહેલી પાંચ મેચોની ટેસ્‍ટ શ્રેણીમાં તે સતત બે બેવડી સદી ફટકારવામાં સફળ રહ્યો છે. આ દરમિયાન તેમની સાથે જોડાયેલા અન્‍ય એક સમાચાર સામે આવ્‍યા છે કે યશસ્‍વી જયસ્‍વાલે મુંબઈમાં લગભગ ૫.૫ કરોડ રૂપિયાનો ફલેટ ખરીદ્યો છે.

યશસ્‍વી જયસ્‍વાલે એક્‍સ બીકેસીમાં ૫.૪ કરોડ રૂપિયામાં એક એપાર્ટમેન્‍ટ ખરીદ્યું છે. લાયસેસ ફોરાસ દ્વારા મેળવેલા રજીસ્‍ટ્રેશન દસ્‍તાવેજો અનુસાર, બાંદ્રા (પૂર્વ) બિલ્‍ડિંગની વિંગ ૩ માં ૧,૧૦૦ ચોરસ ફૂટનો ફલેટ ૭ જાન્‍યુઆરીએ નોંધાયેલ હતો. આ સોદો રૂપિયા ૪૮,૪૯૯ પ્રતિ ચોરસ ફૂટના ભાવે થયો હતો. આ ફલેટ ખરીદવાની વાત ઘણા સમયથી ચાલી રહી હતી. તેના ટેસ્‍ટ ડેબ્‍યુ સમયે તે શિફટને લઈને ઉત્‍સાહિત હતો.

એક સમય એવો હતો જયારે તે નાના બાળક તરીકે મુંબઈ આવ્‍યો હતો અને આઝાદ મેદાનમાં તંબુમાં રહેતો હતો. તે યુપીના બદોહી જિલ્લાના એક ગામનો રહેવાસી છે. પોતાના ક્રિકેટ સપનાને પાંખો આપવા તે મુંબઈ આવ્‍યો અને ત્‍યાં કોચ મળ્‍યો. એટલું જ નહીં, એક સમયે તેણે પાણીપુરી વેચતા એક ફેરિયાની પણ મદદ કરી હતી. અવારનવાર તેની તે તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.

ડાબા હાથના ઓપનિંગ બેટ્‍સમેને બેવડી સદી ફટકારી ભારતને રાજકોટમાં ત્રીજી ટેસ્‍ટમાં ઈંગ્‍લેન્‍ડ સામે ૪૩૪ રનથી જીત અપાવી હતી. આ દરમિયાન તેણે ઘણા રેકોર્ડ તોડ્‍યા. તે એક ઇનિંગમાં ૧૨ સિક્‍સર મારનાર વિશ્વનો બીજો અને ભારતમાં પ્રથમ ક્રિકેટર બન્‍યો. જયસ્‍વાલ ૨૦૨૦ના અંડર

Related posts

આયાતુલ્લા ખામેનેઈનું નિધન, અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલામાં થયું મૃત્યુ, મોજતબા ખામેનેઈ બન્યા નવા સુપ્રીમ લીડર

Ahmedabad Samay

DC Vs MI: મુંબઈને 20મી ઓવરમાં 5 રનની જરૂર હતી, વાંચો મેચની છેલ્લા બોલ સુધીની રોમાંચક વાતો

admin

ODI વર્લ્ડ કપને લઈને સૌથી મોટી ભવિષ્યવાણી, સામે આવ્યા 4 સેમીફાઈનલ ટીમના નામ!

Ahmedabad Samay

અલવિદા હાસ્ય સમ્રાટ રાજુ શ્રીવાસ્તવ, સૌને હસાવનાર સૌને રડાવી ગયા

Ahmedabad Samay

પોતાના જન્મદિવસ નિમિત્તે ધારાસભ્ય ગીતા જૈને મ્યુનિસિપલ ટોયલેટ સાફ કર્યું, આખા મતવિસ્તારમાં તમામ સાર્વજનિક શૌચાલયને સ્વચ્છ રાખવાનો નિર્ધાર કર્યો.

Ahmedabad Samay

ભારત-ઓસી. વન-ડે, ટી૨૦ની તમામ ટિકિટનું કોરોનાના ભય છતાં ૩૦ મિનિટની અંદર ટિકિટોનું વેચાણ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો