કોરોના સંકટ વચ્ચે પણ ભાજપના નેતાઓને સન્માનમાં જ રસ છે. ધારાસભ્ય આત્મારામ પરમારનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો અને સુરતના કરંજ ગામમાં આત્મારામ પરમારે રેલી પણ યોજી હતી
સન્માન રેલીમાં આવેલા લોકોમાં કેટલાક માસ્ક વિના નજરે પડ્યા એટલું જ નહીં પરંતુ સામાજિક અંતરના પણ ધજાગરા ઉડ્યા હતા. આ કાર્યક્રમથી લોકોમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું તો જવાબદાર કોણ? જનતાને બધા નિયમો લાગુ પડે છે, નેતાઓને છૂટ્ટો દોર કેમ? તેવા સવાલો ઉઠી રહ્યાં છે અલબત્ત નેતાઓ બિન્દાસ છે અને કાર્યકરો વ્હાલા થવામાં મસ્ત છે