September 21, 2026
ગુજરાત

૧૯ માર્ચ ર૦રર ના રોજ અમદાવાદાના કર્ણાવતી કલબ ખાતેથી વીરાંજલી કાર્યક્રમ શરૂ કરાશે

વીરાંજલી સમિતિ દ્વારા છેલ્લા ૧ર વર્ષથી દેશભકિતની અમરકથા રજૂ કરવામાં આવે છે આજે તા. ૧૯ માર્ચ ર૦રર ના રોજ અમદાવાદાના કર્ણાવતી કલબ ખાતે દેશને આઝાદી અપાવા જે વિરોએ બલિદાન આપ્યું છે તેવા ક્રાંતિવીરોની રકત નીતરતી ગાથા વિરાંજલિના આયોજન માટે વીરાંજલી સમિતિના પ્રણેતા તેમજ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાઘેલા અને લોક કલાકાર શ્રી સાંઇરામ દવેની વિશેષ ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસવાર્તામાં વીરાંજલી સમિતિના સભ્યશ્રીઓ તેમજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા કન્વીનરશ્રી ડૉ.યજ્ઞેશ દવે, ગુજરાત પ્રદેશ ભાજપાના સહ પ્રવકતાશ્રી ડૉ. ઋત્વિજ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપાના મીડિયા સહ કન્વીનરશ્રી ઝૂબિનભાઈ આશરા, કર્ણાવતી કલબના સેક્રેટરી કેતનભાઈ પટેલ સહિત વીરાંજલી સમિતિના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિરાજલી કાર્યક્રમના વિડીયો થકી શોની એક ઝલક દર્શાવવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં અંગે શ્રી પ્રદીપસિંહ વાઘેલાજીએ જણાવ્યું કે, આઝાદીને ૭૫ વર્ષ પુર્ણ થયા છે એ નિમિતે પણ આ વર્ષનો કાર્યક્રમ ખૂબ મહત્વનો છે. દેશને આઝાદી અપાવવા દેશના લાખો યુવાનોએ બલિદાન આપ્યું છે અને દેશ માટે પ્રેરણા રૃપ કામ કર્યું છે તેવા દરેક ક્રાંતિવીરોને સ્વરાંજલી એટલે વિરાંજલી કાર્યક્રમ છે. વર્ષમાં એક દિવસ જેમણે આપણા દેશ માટે જે વિરોએ બલિદાન આપ્યું છે તેમને યાદ કરવા જ પડે અને અમે સૌ મિત્રોએ સાથે મળી ૨૩ માર્ચના દિવસે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ જેવા વિરોને યાદ કરીને એમને શ્રદ્ધાજંલી અર્પણ કરીએ તે માટે આ કાર્યક્રમને વિરારજલિ નામ આપ્યું છે અને આ દેશના વિરોને યાદ કરવાના દિવસને છેલ્લા ૯ વર્ષથી સાંઇરામ દવે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવાનો પ્રયાસ કરે છે. ગત બે વર્ષ દરમ્યાન કોરોનાની વૈશ્વીક મહામારીના કારણે કાર્યક્રમ વર્ચુઅલ યોજાયો હતો. વર્ષે ૨૦૦૮માં વસ્ત્રાપુર લેકથી આ કાર્યક્રમની શરૃઆત કરવામાં આવી હતી. શરૃઆતમાં માત્ર ૧૦ થી ૧૨ લોકોની ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમની શરૃઆત કરવામાં આવી હતી આજે ખૂબ મોટી સંખ્યામાં દેશના અને આપણા ગુજરાતના યુવાનો આ વિરાંજલી કાર્યક્રમમાં ભાગ લે છે.

૨૩ માર્ચના દિવસે સાંજે ૮ કલાકે કર્ણાવતી કલબ ખાતે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં વિરાજંલી કાર્યક્રમની શરૃઆત થશે.

અન્ય દિવસે કાર્યક્રમ આ પ્રમાણે રહેશે.

૨૪ માર્ચ સાંજે ૮ કલાકે અમદાવાદના નિકોલ.

૨ એપ્રિલ ના રોજ રાજકોટ.

૩ એપ્રિલે કચ્છમાં કાર્યક્રમ યોજાશે.

૧૦મી એપ્રિલે સુરત ખાતે યાજાશે,

૧૪ મી એપ્રિલે જૂનાગઢ ખાતે,

૧૬ એપ્રિલે બનાકાંઠા જીલ્લામાં,

૧૭ એપ્રિલે મહેસાણા યોજાશે અને ૨૩મી એપ્રિલે આંણદમાં આ ભવ્ય કાર્યક્રમ યોજાશે.

શ્રી પ્રદિપસિંહ વાઘેલાએ સંબોધનના અંતમાં ૨૩મી માર્ચે અમદાવાદ ખાતે યોજાનાર વિરાંજલિ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ રાજયના મંત્રીશ્રીઓના વરદ હસ્તે આ કાર્યક્રમનો પ્રારંભ થશે જેમા અમદાવાદ તેમજ અમદાવાદની આસપાસના ખૂબ મોટી સંખ્યામાં યુવાન ભાઇઓ-બહેનો આ  રાષ્ટ્રીયભકિતના કાર્યક્રમમાં દેશના શહિદોને શ્રદ્ધાંજલી આપવા ઉપસ્થિતિ રહેશે તેમ જણાવ્યું હતું.

 

શ્રી સાંઇરામ દવેએ મીડિયાને સંબોધતા જણાવ્યું કે, આ કાર્યક્રમ કોઇ એક વ્યકિતનો નથી પરંતુ દેશભકિતનો કાર્યક્રમ છે. આયોજન તરીકે પ્રદિપસિંહ સાથે જે લોકો ભગતસિહ જેવા વિર શહિદોને પ્રેમ કરે છે તેમના પ્રત્યે વિશેષ લાગણી છે તે તમામ લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે છે. છેલ્લા ૧૨ વર્ષથી વિરજવાનોને યાદ કરવાની શરૃઆત બદરાણાથી શ્રી પ્રદિપસિંહે કરાવી અને રાજયભરમાંથી યુવાનો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ભાગ લેવા આવે છે. આજે વિરાંજલી કાર્યક્રમના ૧૩માં વર્ષે પહેલીવાર ક્રાંતીવિરો પર મલ્ટીમીડિયા શો હશે જેમાં રંગમંચના અને નૃત્યના અંદાજે ૧૦૦ થી વધુ કલાકારો ભાગ લેશે. આ કાર્યક્રમમા દેશભકિતના નવા લખાયેલા ગીતો રજૂ થશે. આ કાર્યક્રમમાંથી આજના યુવાનોને મારે દેશ માટે હવે શું કરવાનું તેની પ્રેરણા મળશે. અંતમાં શ્રી સાંઇરામ દવેએ જણાવ્યું કે મને આશા છે કે દેશના યુવાનોને વિરા્જંલે કાર્યક્રમનો મલ્ટીમીડિયા-શો થી ઘણુ શિખવા મળશે અને દેશ માટે કંઇક કરવાની પ્રેરણા મળશે.

Related posts

ઉમંગ સેવા ટ્રસ્ટ પરિવર્તન એનજીઓ અને એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા એચઆઇવી પોઝિટિવ બાળકો માટે પ્રોગ્રામ કરવામાં આવ્યું

Ahmedabad Samay

સુસ્ત સિંહના સાચા આંકડાના દાવા વચ્ચે ચપળ દીપડાઓને ગણવામાં વનતંત્રને મુંઝારો

Ahmedabad Samay

અમદાવાદ ના વિવિધ વિસ્તારોમાં ‘સમાનતા ફાઉન્ડેશન’ સંસ્થા દ્વારા નાતાલ-ક્રિસમસ (ફાધર સાન્ટા ક્લૉઝ) પર્વ નિમિતે “નાના બાળકોને ગિફ્ટ વિતરણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

મહાશિવરાત્રી’ નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્‍તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા ફરમાન જાહેર

Ahmedabad Samay

પીએમ મોદીએ WHOના વડા ડો. ટેડ્રોસને ‘તુલસીભાઈ’ નામ આપ્યું

Ahmedabad Samay

ઇન્ડિયા કોલોની વોર્ડ ખાતે  ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો