March 21, 2025
અપરાધ

ચંદીગઢ એરપોર્ટ પર બીજેપી સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતને CISF મહિલા કોન્સ્ટેબલે થપ્પડ માર્યો, કોન્સ્ટેબલની ધરપકડ કરાઇ

ચંદીગઢ એરપોર્ટ પર બીજેપી સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત સાથે ગેરવર્તનનો મામલો સામે આવ્યો છે. સાંસદે આપેલી ફરિયાદમાં એ વાત સામે આવી છે કે તે ચંડીગઢ એરપોર્ટ પર પહોંચી હતી. તેને ફ્લાઇટમાં દિલ્હી આવવું હતું, જ્યારે તે સિક્યોરિટી ચેક-ઈન પછી બોર્ડિંગ માટે જઈ રહી હતી ત્યારે LCT કુલવિંદર કૌર (CISF યુનિટ ચંદીગઢ એરપોર્ટ)એ તેને થપ્પડ મારી હતી. જે બાદ કંગના રનૌત સાથે મુસાફરી કરી રહેલા મયંક મધુર નામના વ્યક્તિએ કુલવિંદર કૌરને થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી CISF જવાનોને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

કંગના રનૌત દિલ્હી પહોંચી ગઈ છે અને વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં તેણે સીઆઈએસએફના ડાયરેક્ટર જનરલ નીના સિંહને ઘટનાની જાણકારી આપી છે. કંગનાનો દાવો છે કે કોન્સ્ટેબલ કુલવિંદર કૌરે ચંદીગઢ એરપોર્ટ પર પડદા વિસ્તારમાં તેની સાથે દલીલ કરી અને થપ્પડ મારી. કોન્સ્ટેબલ કુલવિંદરને સીઓ રૂમમાં અટકાયતમાં લેવામાં આવ્યો છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે.

Related posts

જૈશે- ઉલ- હિંદે દિલ્હીમાં ઈઝરાયલી દૂતાવાસની સામે થયેલા બ્લાસ્ટની જવાબદારી લીધી

Ahmedabad Samay

ભૂરાભાઇ પરિહાર પર અંગત અદાવતમાં અસામાજિક તત્વો એ જાનથી મારવાનો પ્રયાસ કર્યો

Ahmedabad Samay

નાગા સાધુ ના વેશમાં ફરતી લૂંટારૂ ગેંગ ઝડપાઇ

Ahmedabad Samay

મેઘાણીનગર વિસ્તારમાં બહુ ચર્ચિત હત્યાનો ભેદ ઉકેલાયો

Ahmedabad Samay

E-FIR થી મોબાઈલ ચોરીનો ગુન્હો શામળાજીમાં નોંધાયો, LCBએ અમદાવાદના યુવકને ચોરીના મોબાઇલ સાથે દબોચી લીધો

Ahmedabad Samay

સામાન્ય બાબતે દુકાનદારે વ્યક્તિ ઉપર છરી વડે હુમલો કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો