ગતરોજ અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિન નિમિત્તે “સેવ અર્થ” એન.જી.ઓ. દ્વારા મેગા પ્લાન્ટેશનું આયોજન કરવામાં આવ્યું હતું, વૃક્ષોના અછતના કારણે વર્તમાન પરિસ્થિતિ પ્રકૃતિમાં થતા ફેરફાર રોકવા અર્થે અને પ્રકૃતિને સાચવવા માટે વૃક્ષોના સંરક્ષણ અર્થે અને વૃક્ષો આપના જીવનમાં કેટલા મહત્વપૂર્ણ છે તે સમજાવા અર્થે ગત રોજ “સેવ અર્થ” સંસ્થા દ્વારા અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ૧૫૦૦ જેટલા જુદા જુદા વૃક્ષોનો મેગા પ્લાન્ટેશન યોજાયો હતો,
આ મેગા પ્લાન્ટેશનના કો.સ્પોન્સર ટાઈટન બિઝનેસ હબના શ્રી ચેતનભાઇ રાંણપરિયા, ચીફ ગેસ્ટ તરીકે નરોડા વોર્ડના કાઉન્સિલર શ્રી સોમભાઈ પટેલ,કોર્પોરેશનના અધિકારી શ્રી પાટડીયા સાહેબ, સંસ્થાન ફાઉન્ડર CA શ્રી સુનિલ બોહરા, સ્થાનિકો અને સંસ્થાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનવાયું હતું.