September 27, 2026
બિઝનેસ

ટાટા ઈલેક્ટ્રોનિક્સ નવેમ્બર મહિનાથી આઈફોનનું પ્રોડક્શન શરૂ કરશે

અમેરિકન કંપની Apple આ વર્ષના અંત સુધીમાં ભારતમાં તેનું ચોથું iPhone એસેમ્બલી યુનિટ ખોલવાની તૈયારી કરી રહી છે,ભારતમાં કેટલાક વર્ષોથી iPhoneનું ઉત્પાદન પણ થઈ રહ્યું છે. હવે દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટા આઈફોન બનાવશે.

અમેરિકન કંપની Apple આ વર્ષના અંત સુધીમાં ભારતમાં તેનું ચોથું iPhone એસેમ્બલી યુનિટ ખોલવાની તૈયારી કરી રહી છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ અનુસાર ટાટા ઈલેક્ટ્રોનિક્સ નવેમ્બર મહિનાથી આઈફોનનું પ્રોડક્શન શરૂ કરશે.

ટાટા ઈલેક્ટ્રોનિક્સની પહેલાથી જ તમિલનાડુના હોસુરમાં કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી છે. હવે એ જ 250 એકરમાં બીજી ફેક્ટરી સ્થપાશે જ્યાં iPhones બનાવવામાં આવશે. કંપની આ ફેક્ટરીમાં 6000 કરોડ રૂપિયાનું રોકાણ કરી રહી છે. અહીં લગભગ 50 હજાર લોકોને કામ મળશે, જેમાં મોટાભાગની મહિલાઓ હશે.

ગયા વર્ષે ટાટા ઈલેક્ટ્રોનિક્સે વિસ્ટ્રોન કંપનીની ભારતીય ફેક્ટરી ખરીદી હતી. હવે આ બીજી ફેક્ટરી હશે જ્યાં iPhones બનાવવામાં આવશે. એપલ છેલ્લા કેટલાક સમયથી ચીન પર તેની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે તે ભારત, થાઈલેન્ડ, મલેશિયા જેવા દેશોમાં તેના પાર્ટસ અને ફોનનું ઉત્પાદન કરવાની યોજના બનાવી રહી છે

Appleએ ભારતમાં 2017થી ફોનનું ઉત્પાદન શરૂ કર્યું હતું. અગાઉ ફોક્સકોન કંપની ચેન્નાઈ નજીક આઈફોન બનાવતી હતી. ત્યારપછી ભારતમાં બનેલા આઈફોન વિદેશમાં પણ મોકલવામાં આવી રહ્યા છે. હવે ટાટા ગ્રુપ પણ આ કામમાં ઉતર્યું છે. હવે ટાટાની આ નવી ફેક્ટરી એપલને ભારતમાં વધુ ફોન બનાવવામાં મદદ કરશે. તેનાથી ભારતમાં પણ રોજગારીની વધુ તકો ઊભી થશે.

Related posts

નવો પ્લાન / બેંક એકાઉન્ટમાં નથી રૂપિયા તો પણ થઈ જશે પેમેન્ટ, RBIએ કરી નવી જાહેરાત

admin

શેરબજાર ૨૪ કલાક ખુલ્‍લું રહેશે,હવે લોકો દિવસ અને રાત વેપાર કરી શકશે

Ahmedabad Samay

કમાવવાનું વિચારી રહેલા રોકાણકારો માટે આવી રહી છે એક મોટી તક, અત્યારથી કરી લો પૈસાની વ્યવસ્થા

Ahmedabad Samay

ફેડના વ્યાજદર વધ્યા પછી પણ ભારતીય બજારમાં હરિયાળી જોવા મળી, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો આવ્યો

Ahmedabad Samay

દેશની ત્રણ બેંકો FD પર આપી રહી છે મજબૂત વ્યાજ, જ્યાં તમને ઇન્વેસ્ટ પર મળશે બમ્પર રિટર્ન

Ahmedabad Samay

RBIના નવા નિયમથી વધી શકે છે તમારી હોમ લોનની EMI, બેંકો મજબૂર, જાણો શું છે આખો મામલો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો