સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો થયો છે. સંત સરોવરના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે.વધુ બે દરવાજો ખોલવામાં આવ્યો છે. ગઇ કાલે 3 દરવાજા ખોલવામાં આવ્યા હતા.
સંત સરોવરના 5 દરવાજા ખોલતા ઉપરવાસના ગામડાઓને એલર્ટ કરાયા છે. ઇન્દ્રોડા, ઘોડાકુવા, નભાઈ, રાયસણ, રાંધેસણ, કોબા ગામના લોકોને એલર્ટ કરાયા છે. કોઈ વ્યક્તિએ માછલી પકડવા કે પાણી જોવા સંત સરોવર ઉપર ન જવા તંત્રએ આદેશ કર્યો છે.