September 21, 2026
Other

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા પરપ્રાંતીય મુદ્દે નકારત્મક ટિપ્પણી બદલ ભાજપ અને કોંગ્રેસ ના ધારાસભ્યો ના નિવેદન નો વિરોધ કરવામાં આવ્યું

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ ગુજરાત એ હિંદીભાષી રાષ્ટ્રીય સંગઠન દ્વારા વસ્ત્રાલ માં બનેલી ઘટના દુખદ અને નીંદનીય ગણાવી છે. આવી ઘટના માં સંડોવાયેલા અસમાજીક તત્વો ને કડક થી કડક સજા થાય એવી માંગ છે અને ઉપરોક્ત મામલે અમારો પોલીસ અને ગુજરાત સરકાર ને સમર્થન પણ કરવામાં આવ્યું છે.

પરંતુ ઉપરોક્ત ઘટના પછી ગુજરાત ના ચૂંટાયેલા જન પ્રીતિનિધિઓ દ્વારા પરપ્રાંતીય સમાજ ને દોશી ઠેરવી હિંદીભાષી તેમજ પર પ્રાંતિય સમાજ વિષે નકારત્મક ટીપ્પણીઓ કરવામાં આવી છે, જેનો ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવે છે,ગુજરાત ભાજપ ના ધારાસભ્યો અને કોંગ્રેસ ના ધારાસભ્ય દ્વારા આવી ટિપ્પણી ખુબજ શરમ જનક છે, મણિનગર , અમરાઇવાડી અને સાબરમતી વિધાનસભા ના ધારાસભ્ય દ્વારા આપપેલ પરપ્રાંતિય વિષે ની ટિપ્પણી નીંદનીય છે.
ગુન્હેગારો નો કોઈ સમાજ નથી હોતો ..
ગુજરાત માં વસતા હિંદીભાષી / પર પ્રાંતિયો લાંબા સામે થી ભાજપ ની વૉટબેંક રહ્યા છે તેમજ હિન્દી બેલ્ટમાં પણ સમર્થન આપીને ભારત માં ભાજપ ની સરકાર બનાવવામાં એમનો મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેમ છતાંય આવા સંજોગોમાં પર પ્રાંતિય સમાજ ને અસમાજીક બતાવી નકારત્મક ટિપ્પણી કરવી યોગ્ય નથી. પરપ્રાંતીય સમાજ પર આપેલ નકારત્મક ટિપ્પણી બદલ ધારાસભ્યો જાતે માનફી માંગે એવી અમારી માંગ છે.

અન્યથા આગામી દિવશોમાં મુખ્યમંત્રી કાર્યાલય તેમજ દિલ્લી સુધી ઉપરોક્ત બાબત ની લેખિત રજૂઆત કરી આવનારી ચુંટણી માં શું કરવું તે વિષે તમામ સમાજ એક સાથે બેસી ચિંતન કરવામાં આવશે,
મણિનગર ,સાબરમતી અને અમરાઈવાડી વિધાનસભામાં જો માત્ર 20 %પરપ્રાંતીય નકારાત્મક વોટ કરશે તો આ સીટો જીતવી શક્ય નહીં રહે.

Related posts

ચાંદખેડામાં શ્રી અલ્પેશજી ઠાકોર ફેન ક્લબનો દ્વિતીય ગણેશ મહોત્સવ: ત્રીજા દિવસે મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા

Ahmedabad Samay

વધુ એક EV કંપની એ રોકાણકારો ને કર્યા ખુશ! રોકેટ ગતિએ ચાલી રહ્યા છે Mercury Metals Limited ના શેર

admin

નવી સોલિડ-સ્ટેટ બેટરી ટેકનોલોજીથી ઇલેક્ટ્રિક કારની દુનિયાને સંપૂર્ણપણે બદલી નાખશે, બેટરી માત્ર પાંચ મિનિટમાં ફૂલ ચાર્જ થઈ શકશે

Ahmedabad Samay

PM મોદીએ વખાણ કર્યા તો ગદગદ થયા તેમજેન ઈમના, બોલ્યા – ‘ગુરુજી ને બોલ દિયા, બસ હમ તો ધન્ય હો ગયે.’

Ahmedabad Samay

અખિલ ભારતીય રાજભર મહાસભાદ્વારા અમદાવાદના વટવા ખાતે રાજભર મહાસંમેલન યોજાયું

Ahmedabad Samay

અમદાવાદમાં વરસાદના પગલે વાસણા બેરેજના બે ગેટ 2 ફૂટ ખોલવામાં આવ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો