અમદાવાદ શહેરમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે સિવીલ હોસ્પિટલમાં તબીબોનો સ્ટાફ વધારવામાં આવ્યો છે. અન્ય જિલ્લામાંથી ૭૦ જેટલા તબીબોને સિવીલ હોસ્પિટલમાં ડેપ્યુટેશન પર મૂકાયા છે.
વડોદરા, સુરત,રાજકોટ અને જામનગરથી તબીબોને અમદાવાદ હોસ્પિટલ ફરજમાં મૂકાયા છે.સિવીલ હોસ્પિટલ મેડિસીટી કેમ્પસમાં કોરોનાના ૧૨૭૬ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આ ઉપરાંત નવી કિડની હોસ્પિટલમાં જો દર્દીને ખસેડવામાં આવે તો ત્યાં તબીબોનો સ્ટાફ મૂકવાની પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.