સુરતના સૈયદપુરા વિસ્તારમાં કોમી શાંતિ ડહોળાવાની ઘટના સામે આવી છે. મુસ્લિમ સમાજના બે યુવકોએ ગણપતિ મંડપ પર પથ્થર મારતા મામલો બીચક્યો હતો
રીક્ષામાં આવી ત્રણ યુવકોએ અચાનક ગણપતિ પંડાલ પર પથ્થર ફેંક્યા હતા. ગણપતિ મંડપ પર પથ્થરો ફેંકી બન્ને યુવકોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો.. જો કે સ્થાનિક લોકોએ બન્ને યુવકોને ઝડપી લીધા હતા અને બન્ને યુવકોને મેથીપાક ચખાડી પોલીસના હવાલે કર્યા હતા.
આ ઘટના બાદ હિન્દુ સમાજના યુવાનોએ સૈયદપુરા પોલીસ ચોકીનો ઘેરાવ કર્યો હતો. દરમ્યાન ધારાસભ્ય કાંતિ બલર પણસ્થળ પર પહોંચ્યા હતા. ધારાસભ્ય કાંતિ બલરે કહ્યું ગણપતિ મંડપ પર પથ્થરમારો કરનાર યુવકોને છોડવામાં નહીં આવે. તેમણે પોલીસ દ્વારા આ યુવકો સામે કાર્યવાહી કરાશે તે બાબતે હિન્દુ સમુદાયના લોકોને આશ્વસ્ત કરી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.”