August 7, 2026
ગુજરાત

65 જેટલી ગ્રાન્ટેડ સ્કૂલોએ વિદ્યાર્થીઓ પાસેથી રૂ. 2.02 કરોડની વધારાની ફી ઉઘરાવી,બે દિવસમાં જ વધારાની ફી પરત આપવા DEOનો આદેશ

અમદાવાદ શહેરમાં આવેલી ગ્રાન્ટેડ સ્કૂલોએ નક્કી કરેલી ફી કરતા વિદ્યાર્થીઓ પાસેથી ઉંચી ફી વસુલી હોવાની વિગતો એકાઉન્ટન્ટ જનરલની કચેરી દ્વારા આપવામાં આવેલા અહેવાલમાં સ્પષ્ટ જણાયું છે.

શૈક્ષણિક વર્ષ 2012-13 થી 2018-19ના વર્ષ દરમિયાન શહેરની વિવિધ બિનસરકારી અનુદાનિત શાળાઓ વિદ્યાર્થીઓ પાસેથી અનાધિકૃત રીતે વધુ ફી વસુલતા હોવાની નોંધ અહેવાલમાં કરવામાં આવી છે. કચેરી દ્વારા શહેરની સ્કૂલોની ચકાસણી કરતા 65 જેટલી સ્કૂલોએ વિદ્યાર્થીઓ પાસેથી અનાધિકૃત રીતે વધુ ફી વસુલી હોવાનું સામે આવ્યું હતું.

શહેરની ગ્રાન્ટેડ સ્કૂલોએ વધુ ફી ઉઘરાવી હોવાની માહિતી આવ્યા બાદ 17 જેટલી સ્કૂલોએ ચલણ ભરી દસ્તાવેજો ઓડિટ સમક્ષ રજૂ કર્યા હતા. જ્યારે બાકી રહેતી 48 જેટલી સ્કૂલોએ હજુ સુધી પરત જમા કરાવેલી ફીના દસ્તાવજો રજૂ કર્યા ન હોવાનું સામે આવ્યું છે. આ બાબતને ગંભીરતાથી લઈ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા બે દિવસમાં જ વધારાની ફી પરત આપીને તેના ચલણ સહિતની વિગતો જમા કરાવવા માટે આદેશ આપ્યો છે. ઉપરાંત ફી પરત કરી હોય તો તે અંગેના પુરાવા પણ આચાર્યના સહી સિક્કા સાથે સુપ્રત કરવા માટે જણાવાયું છે

 

Related posts

વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ અમેરિકાના બોક્સિંગમાં સુવર્ણ ચંદ્રક વિજેતા સર્વેશ પાલનું સન્માન કાર્યક્રમ યોજાયું

Ahmedabad Samay

કોંગ્રેસના ૭૦ જેટલા આગેવાનો “આપ”માં જોડાયા

Ahmedabad Samay

WHOનો ધડાકો… કોરોના વાયરસના બીજા અને અત્યંત ઘાતક તબક્કામાં આપણે પહોંચી ચુકયા છીએ

Ahmedabad Samay

ઇન્ડિયન રેલ્વેમાં આવી મોટી ભરતી, ૦૮ અને ૧૦ પાસ પર આવી ભરતી

Ahmedabad Samay

ડ્રાઈવ થ્રૂ વેક્સિનેશન, પેઈડ વેક્સીનેશન પર કોંગ્રેસના પ્રહાર,વેક્સિનના ૦૧ હજાર રૂપિયા લેવાતા ચાર્જ અયોગ્ય

Ahmedabad Samay

તૌકતે એ ૪૫ જેટલા લોકોનો જીવ લીધો, હજારો વૃક્ષો ધરાશય

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો