૮ ડિસેમ્બરે દેશભરમાં વિરોધ દેખાવો પછી ૧૧ ડિસેમ્બરના સવારે ૬ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી બિન-આવશ્યક મેડિકલ સેવાઓ (નોન એસેન્સિયલ મેડિકલ સર્વિસીસલ બંધ રહેશે. તમામ ઇમર્જન્સી સેવાઓ ચાલુ રહેશે. ઓપીડી સેવાઓ ઉપલબ્ધ રહેશે નહીં અને વૈકલ્પિક સર્જરી પણ કરવામાં આવશે નહીં: ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની જાહેરાત
સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયન મેડિસિન દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનમાં આયુર્વેદના પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને આધુનિક મેડિકલ સાયન્સની સર્જરી / ઓપરેશન્સ કરવાની છૂટ આપવામાં આવી છે તેની વિરુદ્ધ દેશભરના આધુનિક ચિકિત્સા કરી રહેલા ડોકટરો આવતીકાલે દેશના ૧૦,૦૦૦ જાહેર સ્થળો પર વિરોધ પ્રદર્શન કરશે તેવી ભારતીય મેડિકલ એસો.એ જાહેરાત કરી છે.
પાછલી પોસ્ટ