અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી દંપતી ખોટી ટ્રેનમાં બેસી ગયુ હતું અને ત્યાંથી બહાર નીકળવાની ઉતાવળમાં મહિલા નીચે પડી ગઈ હતી. પતિએ તેની મદદ કરવાનો પ્રયાસ કર્યો અને તે પણ ત્યાં ફસાઈ ગયો. વિજયસિંહે એક હાથ મહિલાને આપ્યો અને એક હાથ તેના પતિને આપ્યો અને બન્નેને ઉપર ખેંચી લીધા. જો થોડીક સેકન્ડ પણ મોડુ થયું હોત તો ટ્રેનના બીજા કોચમાં આ લોકો જીવ ગુમાવી બેસતા.
વિજયસિંહે સમયસૂચકતા દાખવી અને તેમને બહાર ખેંચી લીધા. સદ્દનસીબે તેઓ બચી ગયા. પોતાના બયાનમાં દંપતીએ જણાવ્યું કે, તેમણે પ્લેટફોર્મ નંબર ૩ પરથી જતી અમદાવાદ-મુરાદાબાદ ટ્રેનમાં બેસવાનું હતુ પરંતુ ભૂલથી અમદાવાદ-પુને ટ્રેનમાં બેસી ગયા. તેમણે ટ્રેનમાં બેસતા પહેલા માહિતી ચેક નહોતી કરી.