જીસીએસ હોસ્પિટલના ડૉ.પ્રમોદ મેનન કન્સલ્ટન્ટ – પ્લાસ્ટિક કોમેટિક અને રિકોર્કિટવ સર્જન ) અને ડો . આદિત્ય જોશીપુરા ( કન્સલ્ટન્ટ- ઓન્કો ચાર્જરી ) દ્વારા નાકના જવલ્લેજ જોવા મળતા કેન્સરના દર્દી શ્રી ઇશારાની ઉંમર 58 ) ની સફળ સર્જરી કરવામાં આવી હતી .
દર્દી નાકમાં અલ્સર અને ગળામાં સોજાની તકલીફ સાથે જીસીએસ હોસ્પિટલમાં આવ્યા હતાં . દર્દી છેલ્લા 2 વર્ષથી નાક પર ચાંદાની સારવાર લઇ રહ્યા હતા , જેમાંથી જવલ્લેજ જોવા મળતા નાકના કેન્સર ( ક્વોમસ સેલ કાર્સિનોમા ) નું નિદાન થયું હતું . જેની સારવાર માટે સર્જરી દ્વારા તેમનું આખું નાક નીકાળવું પડે તેમ હતું .તેમજ નાકનું ફરીથી રિકેસ્ટ્રશન કરવું જરૂરી હતું .
જીસીએસ હોસ્પિટલના ડોપ્રમોદ મેનન ( કન્સલ્ટર પ્લાસ્ટિક કોમેટિક અને રિકોન્ટ્રાકટવ સર્જન અને ડો.આદિત્ય જોશીપુરા કન્સલ્ટન્ટ- ઓન્કો સર્જરી ) દ્વારા સાથે મળીને આ જટિલ સર્જરી કરવામાં આવી હતી
જેમાં ડો.આદિત્યએ કેન્સર અને ગળાના ગાંઠો સાથે કેન્સરગ્રસ્ત નાકને કાઢી નાંખવામાં આવ્યું અને ડો.પ્રમોદ દ્વારા નાકને ફરી જોબ્લામાં કરવામાં આવ્યું હતું ડૉ પ્રમોદે નાકનું ચોકઠું બનાવવા માટે થાપાના હાડકાનો ઉપયોગ કર્યો અને નાકની ચામડી માટે બાવળાના ભાગમાંથી ચામડીનો ટુકડો લઇ નાકનું પુનઃનિર્માણ કર્યું .
આ જટિલ સર્જરી સફળ રીતે પુરી થયા પછી , દર્દીને 2 દિવસ સુધી આઇસીયુમાં રાખવામાં આવ્યા હતા ત્યાં ઇન્ટેન્સિવિસ્ટ ડો શિવાંગ પટેલ અને ડાં , વિધિ પટેલ દ્વારા ખાસ સંભાળ લેવામાં આવી હતી અને બાદમાં 8 માં દિવસે સ્વસ્થ થયા બાદ હૌસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી . હાલમાં દર્દી સંપૂર્ણરીતે સ્વસ્થ .