August 8, 2026
ગુજરાત

ક્ષતિગ્રસ્ત રસ્તાઓ અને બ્રિજની ચકાસણી કરીને, તેમના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ

સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં રોડ-રસ્તાઓ અને બ્રિજને ભારે નુકસાન થયું છે. જેથી રાહદારીઓ અને મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વિભાગને દિશાનિર્દેશ અને સૂચનાઓ આપી હતી.

જે અંતર્ગત શહેરી વિકાસ વિભાગ દ્વારા આ ક્ષતિગ્રસ્ત રસ્તાઓ અને બ્રિજની ચકાસણી કરીને, તેમના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ રહી છે. રાજ્યમાં કોર્પોરેશન વિસ્તારોમાં કુલ ૩૬૪ બ્રિજ આવેલા છે. જે પૈકી ૨૩૧ બ્રિજ ખુબ સારી સ્થિતિમાં, ૮૯ બ્રિજ સારી સ્થિતિમાં તેમજ ૩૯ બ્રિજ જર્જરિત સ્થિતિમાં છે. વધુમાં, આ જર્જરિત બ્રિજનું સમારકામ પ્રગતિમાં છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારનાં કુલ ૭૯ બ્રિજમાંથી ૬૧ બ્રિજ ખુબ સારી સ્થિતિમાં, ૧૦ બ્રિજ સારી સ્થિતિમાં અને ૦૩ બ્રિજ જર્જરિત સ્થિતિમાં છે. તેવી જ રીતે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારનાં કુલ ૨૦ બ્રિજ પૈકી ૧૦ બ્રિજ ખુબ સારી સ્થિતિમાં અને ૧૦ બ્રિજ સારી સ્થિતિમાં, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ ૦૩ બ્રિજમાંથી ૦૨ ખુબ સારી સ્થિતિમાં, ૦૧ સારી સ્થિતિમાં, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ ૨૭ બ્રિજમાંથી ૨૦ ખુબ સારી સ્થિતિમાં, ૦૫ સારી સ્થિતિમાં અને ૦૨ જર્જરિત સ્થિતિમાં છે.
આ ઉપરાંત જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ ૨૧ બ્રિજમાંથી ૧૮ ખુબ સારી સ્થિતિમાં અને ૦૩ જર્જરિત સ્થિતિમાં છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારનાં કુલ ૨૦ બ્રિજમાંથી ૧૫ ખુબ સારી સ્થિતિમાં, ૦૪ સારી સ્થિતિમાં અને ૦૧ જર્જરિત સ્થિતિમાં છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારનાં કુલ ૧૨૧ બ્રિજમાંથી ૮૦ ખુબ સારી સ્થિતિમાં, ૧૫ સારી સ્થિતિમાં અને ૨૬ જર્જરિત સ્થિતિમાં છે, તેમજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારનાં કુલ ૪૩ બ્રિજમાંથી ૧૧ ખુબ સારી સ્થિતિમાં, ૩૦ સારી સ્થિતિમાં અને ૦૨ જર્જરિત સ્થિતિમાં, આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારનાં કુલ ૦૫ બ્રિજમાંથી ૦૧ ખુબ સારી સ્થિતિમાં અને ૦૪ બ્રિજ સારી સ્થિતિમાં છે.

Related posts

૨૩મીથી રાજ્યમાં શાળા-કોલેજીસ શરૂ કરવાનો નિર્ણંય મોકૂફ

Ahmedabad Samay

સુપ્રીમ કોર્ટનો તાજેતરનો એક ચુકાદો લૉન ગેરંટર બનનારા લોકો માટે લાલબત્તી સમાન

Ahmedabad Samay

અમદાવાદ: નવા શૈક્ષણિક વર્ષનું કેલેન્ડર જાહેર, 21 દિવસનું દિવાળી વેકેશન, જાણો બોર્ડની પરીક્ષા, ઉનાળુ વેકેશન અંગેની માહિતી

Ahmedabad Samay

નવસારી: તલાટી કમ મંત્રીની પરીક્ષાના કેન્દ્રોની આસપાસ 100 મીટરની અંદર ઝેરોક્ષ-ફેક્સ પર પ્રતિબંધ

Ahmedabad Samay

અમદાવાદ: આગામી એક કલાકમાં આ વિસ્તારમાં માવઠાંની આગાહી, જાણો આજે ક્યાં વરસ્યો કમોસમી વરસાદ?

Ahmedabad Samay

સંસદના વિશેષ સત્ર દરમિયાન કેન્‍દ્ર સરકાર દેશનું નામ  બદલવાનો પ્રસ્‍તાવ લાવી શકે છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો