August 8, 2026
ગુજરાત

વડોદરા બાદ જૂનાગઢના માંગરોળ તાલુકાના આજક ગામ નજીક, આત્રોલીથી કેશોદ તરફ જતા માર્ગ પર આવેલો બ્રિજનો સ્લેબ અચાનક તૂટી પડ્યો

રાજ્યમાં પુલ દુર્ઘટનાનો સિલસિલો યથાવત રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. વડોદરા-આણંદ વચ્ચેના ગંભીરા પુલ અકસ્માતને હજુ માંડ સાત દિવસ થયા છે ત્યાં જૂનાગઢ જિલ્લામાં ફરી એકવાર પુલનો સ્લેબ ધરાશાયી થવાની ચોંકાવનારી ઘટના બની છે. આ ઘટનાએ ફરીથી રાજ્યના બ્રિજના સમારકામ અને જાળવણી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
માંગરોળ તાલુકાના આજક ગામ નજીક, આત્રોલીથી કેશોદ તરફ જતા માર્ગ પર આવેલા એક મહત્વના બ્રિજનો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો. આ દુર્ઘટના તે સમયે બની જ્યારે પુલ પર સમારકામનું કામ ચાલી રહ્યું હતું. સ્લેબ ધરાશાયી થતાં જ પુલ પર ઉભેલા અનેક લોકો અને એક હીટાચી મશીન ધડામ દઈને નદીમાં ખાબક્યા હતા, જેના કારણે ભારે અફરાતફરી મચી ગઈ હતી.


હીટાચી મશીન નદીમાં ખાબક્યું, લોકો પણ પડ્યા:
આજે સવારે પુલના સમારકામની કામગીરી હીટાચી મશીન સાથે ચાલી રહી હતી. ત્યારે જ અચાનક પુલનો સ્લેબ તૂટી પડતા મોટા અવાજ સાથે હીટાચી મશીન નીચે નદીમાં ખાબકી ગયું હતું. આ ઘટના સમયે પુલના સ્લેબ પર આઠથી દસ જેટલા લોકો પણ ઉભા હતા, જેઓ સ્લેબ તૂટતાની સાથે જ સીધા નદીમાં પડ્યા હતા. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને કોઈને ગંભીર ઈજા પણ થઈ નથી, જે એક રાહતભરી બાબત છે.


મહત્વપૂર્ણ માર્ગ પર અસર:
મહત્વની વાત એ છે કે આજક ગામે આવેલો આ પુલ કેશોદને માધવપુર સાથે જોડતો એક અતિ મહત્વનો માર્ગ છે. દરરોજ મોટી સંખ્યામાં વાહનો આ પુલ પરથી પસાર થાય છે. આવા વ્યસ્ત માર્ગ પર સમારકામ દરમિયાન બ્રિજનો સ્લેબ તૂટી પડવો એ બાંધકામની ગુણવત્તા અને સમારકામની પદ્ધતિ પર અનેક પ્રશ્નાર્થ સર્જે છે.

આ દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થયો છે, જેમાં પુલનો સ્લેબ તૂટતાં લોકોમાં ભય અને ગભરાટનો માહોલ સ્પષ્ટપણે જોવા મળે છે. વડોદરા પછી જૂનાગઢમાં બનેલી આ ઘટનાએ રાજ્યના પુલોની સુરક્ષા અને જાળવણી પ્રત્યે સત્તાવાળાઓની બેદરકારી અંગે સવાલો ઉભા કર્યા છે.

Related posts

EDના નકલી ઓફિસર બનીને છેતરપિંડ કરનારના 7 દિવસના રીમાન્ડ કોર્ટે કર્યા મંજૂર

Ahmedabad Samay

રાજકોટમાં ઇન્ટેક સંસ્થા દ્વારા ઇન્ટર-સ્કુલ હેરિટેજ ક્વિઝ: ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ લેશે ભાગ

Ahmedabad Samay

કારગિલ યુદ્ધ (૧૯૯૯) માં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર વનરાજસિંહ જાડેજાનું ગાંધીનગર ખાતે દુઃખત અવસાન થયું

Ahmedabad Samay

રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા દિવસે હિયા ફાઉન્ડેશન ની ટીમ મહિલાઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવ્યું

Ahmedabad Samay

મરાઠી સમાજના આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા ખેલ મહાકુંભનો આયોજન કરાયું.

Ahmedabad Samay

કિશન ભરવાડ હત્યા કેસમાં હવે FIRમાં 5 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક અને UAPAની કલમો ઉમેરવામાં આવશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો