August 13, 2026
અપરાધગુજરાત

સેવન્‍થ ડે સ્‍કૂલમાં અભ્‍યાસ કરતા ૧૦માં ધોરણના વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થી દ્વારા તીક્ષ્ણ સાધન વડે હુમલો કરવામાં આવ્‍યો હતો. આ હુમલામાં વિદ્યાર્થી સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો

ગતરોજ ખોખરા વિસ્‍તારમાં આવેલી સેવન્‍થ ડે સ્‍કૂલમાં અભ્‍યાસ કરતા ૧૦માં ધોરણના વિદ્યાર્થી પર તીક્ષ્ણ સાધન વડે હુમલો કરવામાં આવ્‍યો હતો. આ હુમલામાં વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત થયો હતો, જેનું સારવાર દરમિયાન મોત નિપજ્‍યું છે.

ધોરણ-૮માં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીએ અન્‍ય ૭-૮ વિદ્યાર્થીઓ સાથે મળીને ૧૦માં ધોરણમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થી પર તીક્ષ્ણ સાધન વડે હુમલો કર્યો હતો, હુમલો કરનાર વિદ્યાર્થી અને પીડિત વિદ્યાર્થીનો થોડા દિવસ પહેલાં ધક્કામુક્કીના મામલે સ્કૂલમાં ઝઘડો થયો હતો.

આ ઝઘડાની અદાવતને ધ્યાનમાં રાખી આરોપી વિદ્યાર્થીએ શાળાથી છૂટયા બાદ ૭-૮ અન્‍ય વિદ્યાર્થીને ભેગા કરી બદલો લેવા માટે ધોરણ-૧૦માં અભ્‍યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. ત્‍યારબાદ વિદ્યાર્થી લોહી લોહાણ થઈ ગયો અને બાદમાં તેને તાત્‍કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યો હતો, આ ઘટના ની સ્કૂલના સનચાલક શિક્ષકો અને બહાર ઉભેલા સિક્યુરિટી ગાર્ડ સમક્ષ થઈ હતી તો પણ તેવો તેને બચાવવા આવ્યા નહિ , ત્યારે એક વિદ્યાર્થી એ હિંમત ઝૂંટવી રિક્ષામાં બેસાડી હોસ્પિટલ ખાતે લઈ ગયો હતો જોકે, સારવાર દરમિયાન હવે વિદ્યાર્થીનું મોત નિપજ્‍યું છે. જો શાળાના સ્ટાફ કે સિક્યુરિટી વચ્ચે પડત તો આજે તે વિદ્યાર્થીનો જીવ બચી જાત.

સમગ્ર ઘટનાની જાણ થતા ખોખરા પોલીસ તુરંત ઘટનાસ્‍થળે પહોંચી હતી. પોલીસે આ મામલે હત્‍યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે આ મામલે CCTV ફૂટેજ ચેક કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

વિદ્યાર્થી નું મૃત્યુ થયા બાદ માતા-પિતા ગુસ્‍સે ભરાયા હતા. આજે બુધવારે ગુસ્‍સે ભરાયેલા ટોળાએ શાળામાં તોડફોડ કરી હતી. શાળાની મિલકતનો નાશ કરવામાં આવ્‍યો હતો, બસો પર પણ પથ્‍થરમારો કરવામાં આવ્‍યો હતો.

આજે સવારથી જ સિંધી સમુદાયના લોકો મોટી સંખ્‍યામાં શાળામાં પહોંચ્‍યા હતા. વિદ્યાર્થીના મૃત્યુ થી ગુસ્‍સે થયેલા વાલીઓ, હિન્‍દુ સંગઠનો અને એબીવીપીના કાર્યકરોએ શાળામાં તોડફોડ કરી હતી. શાળાના કર્મચારીઓને પણ માર મારવામાં આવ્‍યો હતો.

વાલીઓમાં ફેલાયેલા ગુસ્‍સાને ધ્‍યાનમાં રાખીને, શાળામાં ભારે પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો છે. પોલીસે નયન પર હુમલો કરનાર નવમા ધોરણના વિદ્યાર્થીની અટકાયત કરી છે. પોલીસ કિશોર કાયદા હેઠળ કાર્યવાહી કરી રહી છે. આરોપી વિદ્યાર્થી ઉપરાંત, વાલીઓએ શાળાના આચાર્ય અને મેનેજમેન્‍ટ સામે ફરિયાદ નોંધવાની માંગ કરી છે. અમદાવાદ શહેર DEO રોહિત ચૌધરીએ જણાવ્‍યું હતું કે, સ્‍કૂલ દ્વારા અમને બનાવ અંગે જાણ કરવામાં આવી નથી. જેથી અમે સ્‍કૂલને નોટિસ ફટકારી રૂબરૂ હાજર રહી રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે.

https://www.instagram.com/reel/DNkSN8UxGrl/?igsh=NTNmcTk2ZmZ5ZXdm

Related posts

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાઇ-પ્રોફાઇલ કેસને લઈ જ્યારે બળાત્કારના ગુનાના સ્થળનું પુનઃનિર્માણ કરતા આરોપી મોઈનુદ્દીને કસ્ટડીમાંથી ભાગી છૂટવાનો નિષ્ફળ પ્રયાસ કરતા એન્કાઉન્ટર કરતા પગે વાગી ગોળી

Ahmedabad Samay

વૃદ્ધ મહિલા ડોક્ટર પાસેથી ૧૯ કરોડથી વધુ ડિજિટલ એરેસ્ટ મામલે સ્ટેટ સાયબર સેલે વધુ ૮ આરોપીઓની ધરપકડ કરી

Ahmedabad Samay

અમદાવાદ – ડ્રગ્સ હેરાફેરીમાં નાના બાળકોના ઉપયોગ મામલે હાઈકોર્ટમાં સુનાવણી

admin

બપોરે અમદાવાદની સ્કૂલોને મળી બ્લાસ્ટની ધમકી,ધમકીને પગલે વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપી દેવાઈ

Ahmedabad Samay

શિવરાજપુર બીચ ખાતે સી.એમ. રૂપાણીએ મુલાકાત લીધી

Ahmedabad Samay

તૌકતે એ કરેલા નુક્શાને વડાપ્રધાન મોદીએ હવાઇ નિરીક્ષણ કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો