August 9, 2026
ગુજરાતરાજકારણ

પુરગ્રસ્ત ગામનો તાગ મળેવવા માટે ગેનીબેન પાંચ ફૂટ પાણીમાં ઉતર્યા હતા.

સુઇગામ સહિત અનેક તાલુકાના ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી. હજી પણ અનેક ગામોમાં ત્રણથી પાંચ ફૂટ જેટલા પાણી ભરાયા છે. બે દિવસથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ બનાસકાંઠા જિલ્લામાં પુરગ્રસ્ત ગામોની મુલાકાતે છે અને નિરીક્ષણ કરી રહ્યાં છે. ત્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર વાવના મોરીખા ગામમાં પહોંચ્યા હતા. વરસાદે વિરામ લીધા પછી પણ મોરીખા ગામમાં પાંચ ફૂટ જેટલા પાણી ભરાયા છે. પુરગ્રસ્ત આ ગામનો તાગ મળેવવા માટે ગેનીબેન પાંચ ફૂટ પાણીમાં ઉતર્યા હતા.

સાંસદ ગેનીબેન ઠાકોરે વીડિયો શેર કરતા લખ્યું છેકે, વાવ તાલુકાના મોરીખા ગામે અતિવૃષ્ટિના કારણે વારંવાર વરસાદી પાણીથી આ ગામ તળ આખું ડુબમાં જાય છે. પરિણામે ગામના તમામ પરિવારોને સ્થળાંતર કરવું પડે છે. આજે સ્કૂલમાં તમામ પરિવારોની મુલાકાત લીધી હતી. તેમજ વરસાદી પાણીના નિકાલ માટે સ્થળ ઉપર જઈને શિવ મંદિરની પાછળ બનાવેલ દિવાલ તોડવા માટે ગામના યુવાનોને જવાબદારી સોંપી હતી.

ગેની બેને વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે જેસીબી તેમજ અન્ય મશીનરી ત્યાં જઈ શકે તેવી સ્થિતિ ન હોવાથી ગામના સરપંચ તેમજ ગામના યુવાનો સાથે કેપી ગઢવી અને અમો સૌએ પાંચ ફૂટ પાણીમાં ચાલીને સ્થળ નિરીક્ષણ કર્યું છે. આટલી પરિસ્થિતિ ખરાબ હોવા છતાં વહીવટી તંત્રએ આ ગામની મુલાકાત લીધી નથી અને પાણીના નિકાલ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 11 સપ્ટેમ્બરના રોજ પૂરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. મુખ્યમંત્રીએ સુઈગામ, વાવ અને થરાદ તાલુકાના અસરગ્રસ્ત લોકોને મળી તેમની મુશ્કેલીઓ સાંભળી હતી. જેને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાને પગલે સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં જિલ્લા કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વે હાથ ધરાયો છે.

સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા અલગ-અલગ કુલ 100 થી વધારે ટીમો બનાવી સર્વે હાથ ધરાયો છે. સર્વે ટીમો હાલમાં ઢીંચણ સમા પાણીમાં પણ વરસાદથી થયેલ નુકશાનની સર્વે કામગીરીમાં જોતરાઇ છે

સર્વેમાં ઘરોમાં પાણી ભરાવાથી થયેલ નુકસાનનું મૂલ્યાંકન, ઘરમાં રહેલા લોકોની ખોરાક, પાણી અને આરોગ્ય સંબંધિત તાત્કાલિક જરૂરિયાતો, મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને થતી મુશ્કેલીની નોંધણી, તાત્કાલિક દવાઓ તથા આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા અંગે માહિતી મેળવી પૂરગ્રસ્ત નાગરિકોને સરકાર તરફથી મળનારી સહાય માટેની જરૂરી વિગતોનો અહેવાલ તૈયાર કરવામાં આવશે. નાગરિકોને કોઈપણ પ્રકારની સમસ્યા ના રહે એ માટે રેવન્યુ સ્ટાફ સતત કામગીરી કરી રહ્યો છે.

Related posts

AMCમાં 5 વર્ષમાં 22 મહિલાઓએ સત્તાવાર પોતાની મરજીથી સિંગલ મધર બની કરાવી નોંધણી

Ahmedabad Samay

કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના સભ્યો મરાઠી પહેરવેશમાં પહોંચ્યા છાવા ફિલ્મ નિહાળવા

Ahmedabad Samay

રાજકોટના અવકાશમાં અવાજ સાથે સાત રંગથી પ્રકાશિત તરંગો દેખાયા

Ahmedabad Samay

કોરોના વચ્ચે ” એમ્ફાન ” વાવાઝોડા નો ખતરો

Ahmedabad Samay

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે કૃષિ મંત્રીને ફોજદારી માનહાનિના કેસમાં આપી રાહત, લગાવ્યો કાર્યવાહી પર સ્ટે

Ahmedabad Samay

તથાસ્તુઃ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૨૦૦ બેડમાં અપાઇ રહી છે, ચા નાસ્તા અને જમવાની સેવા પુરી પાડવામાં આવે છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો