June 25, 2026
જીવનશૈલી

તમે દરરોજ સવારે જે ટૂથબ્રશનો ઉપયોગ કરો છો, તેના ઇતિહાસ વિશે શું તમે જાણો છો? જાણો કેવીરીતે અને કોને બનાવ્યું દુનિયાનું પ્રથમ બ્રશ

શુ કોઈ જેલનો કેદી પણ કોઈ ક્રાંતિ લાવી શકે છે , તમે દરરોજ સવારે જે ટૂથબ્રશનો ઉપયોગ કરો છો તેના વિશે કે તેના ઇતિહાસ વિશે શું તમે જાણો છો? ટૂથબ્રશની શોધ કોઈ વૈજ્ઞાનિક દ્વારા લેબોરેટરીમાં નહીં, પરંતુ 18મી સદીમાં ઈંગ્લેન્ડની એક જેલમાં એક કેદી દ્વારા કરવામાં આવી હતી. આ કેદીનું નામ વિલિયમ એડિસ હતું, જેમણે એક સાધારણ વિચારથી મૌખિક સ્વચ્છતાની દુનિયામાં ક્રાંતિ લાવી અને એક કંપની સ્થાપીને અબજોની સંપત્તિ કમાઈ.

કેદીનો અનોખો વિચાર
વર્ષ 1770માં વિલિયમ એડિસને એક રમખાણ માટે જેલમાં મોકલવામાં આવ્યો. જેલની કોટડીમાં તેમણે જોયું કે લોકો પોતાના દાંત સાફ કરવા માટે માત્ર કપડા, રાખ કે સોડાનો ઉપયોગ કરતા હતા. આ જોઈને તેમને એક નવો વિચાર આવ્યો. તેમણે રાત્રિભોજન પછી બચેલા પ્રાણીના હાડકાને લીધું, તેમાં નાના છિદ્રો બનાવ્યા, અને પછી જેલના રક્ષક પાસેથી મળેલા ડુક્કરના વાળના સખત બ્રિસ્ટલ્સને ગુંદર વડે તે છિદ્રોમાં ચોંટાડી દીધા. આમ, તેમણે દુનિયાનો પહેલો ટૂથબ્રશ બનાવ્યો.

જેલથી કંપની સુધીની સફર
એડિસ દ્વારા બનાવેલો આ અનોખો બ્રશ જેલમાં ખૂબ જ લોકપ્રિય બન્યો. જેલમાંથી મુક્ત થયા બાદ, તેમણે પોતાના ભાઈ સાથે મળીને ટૂથબ્રશનું મોટા પાયે ઉત્પાદન અને વેચાણ શરૂ કર્યું. ધીમે ધીમે આ વ્યવસાય ખૂબ જ સફળ થયો અને ‘એડિસ’ બ્રાન્ડ એક મોટો વ્યવસાય બની ગયો.

ટૂથબ્રશનો વિકાસ: ડુક્કરના વાળથી નાયલોન સુધી
શરૂઆતમાં ટૂથબ્રશના બ્રિસ્ટલ્સ પ્રાણીઓના વાળમાંથી બનતા હતા. આ કારણે શાકાહારીઓ અને અમુક ધાર્મિક સમુદાયોના લોકો તેને વાપરવાનું પસંદ કરતા ન હતા. આ સમસ્યાનું નિવારણ ત્યારે આવ્યું જ્યારે 1938માં અમેરિકન કંપની ડ્યુપોન્ટે નાયલોન ફાઇબર રજૂ કર્યા. નાયલોન બ્રિસ્ટલ્સ સ્વચ્છ, ટકાઉ અને સસ્તા હોવાથી ઝડપથી લોકપ્રિય બન્યા.

તે પછી, 1954માં, સ્વિટ્ઝર્લૅન્ડના ડૉ. ફિલિપ ગાય વૂગે પ્રથમ ઇલેક્ટ્રિક ટૂથબ્રશ બનાવ્યું, જેણે ઓરલ હાઇજીનમાં વધુ એક ક્રાંતિ લાવી.

આ સમગ્ર ઇતિહાસને વડોદરાના ડૉ. યોગેશ ચંદ્રરાણાએ પોતાના ડેન્ટલ મ્યુઝિયમમાં સંગ્રહિત કર્યો છે, જેમાં 2,371 ટૂથબ્રશનો વર્લ્ડ રેકોર્ડ કલેક્શન છે. ડૉ. ચંદ્રરાણાનો હેતુ આ પ્રદર્શન દ્વારા લોકોમાં મૌખિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો છે.

Related posts

રોજ સવારે ઉઠીને પીવો આ 4 ખાસ ડ્રિંક્સ, ત્વચા પરના ડાઘ અને કરચલીઓથી મળશે છુટકારો

Ahmedabad Samay

સાંજના નાસ્તામાં બનાવો સ્ટફ્ડ ઈડલી, ઘરે બનાવવી છે ખૂબ જ સરળ

Ahmedabad Samay

Summer Hair Care: તડકા અને પરસેવાથી વાળને નુકસાન થાય છે? તો ઈંડાની મદદથી ઘરે જ ડેમેજ રિપેરિંગ શેમ્પૂ બનાવો

Ahmedabad Samay

અંગ દાન મહા દાન: રાજકોટ કલેકટરની અધ્યક્ષતામાં ૧૫૦ લોકોએ કર્યો અંગ દાનનો સંકલ્પ

Ahmedabad Samay

શું તમે પણ વધારે પડતું લસણ ખાઓ છો? આ નુકસાન માટે તૈયાર રહો

Ahmedabad Samay

દહેજ – પ્રથા કે વ્યથા.?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો