અમદાવાદના કાલુપુર બ્રિજ પર જર્જરિત થયેલી સાત દુકાનોની છત ધરાશાયી થઈ છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડે કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી છે. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ શહેરમા ટ્રાફિકથી ધમધમતા કાલુપુર બ્રિજ પર અસંખ્ય દુકાનો આવેલી છે.
આ દુકાનોમાં મોટા ભાગની દુકાનો જર્જરિત છે. ત્યારે આજે અહીં જર્જરિત હાલતમા રહેલી સાત દુકાનોની છત અચાનક ધરાશાયી થઈ હતી. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાનો કોલ મળતાં જ ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
https://www.instagram.com/reel/DPjjkaGiK3w/?igsh=MW9xeWw3MDVlYWRuZQ==
દુકાનોની છત અચાનક ધરાશાયી થતાં ત્યાં લોકોમાં દોડાદોડી થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. આ ઘટનામાં કોઈ જાનહાની કે ઈજા પહોંચી નથી.
.https://www.instagram.com/reel/DPjjkaGiK3w/?igsh=MW9xeWw3MDVlYWRuZQ==
