આનંદ પંડિત મોશન પિકચર્સ અને જજ્જોક ફિલ્મ દ્વારા પ્રસ્તુત, દિવાળીના શુભ તહેવાર દરમિયાન ૧ર૦૦ થી વધુ સ્ક્રીન પર રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘ચણિયા ટોળી’ ને બોકસ ઓફિસ પર ધમાકોદર પ્રદર્શન કરીને ગુજરાતી ફિલ્મ જગતમાં એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે.
ફિલ્મે તેના પ્રથમ છ દિવસમાં ૧૦.૭૩ કરોડનું ઐતિહાસિક કલેકશન કરીને ઇન્ડસ્ટ્રીઝના બધા અગાઉના રેકોર્ડ તોડી નાખ્યા
