રાજપુતાણી ના ત્યાગ અને સમર્પણ ને વંદન
એક વિકલાંગ ક્ષત્રિય યુવાન વરરાજા ને વહીલચેર પર ફેરા ફેરવતા ફેરવતા દિકરીબા (કન્યા) જાણે સાતે સાત જન્મ આવી જ રીતે સાથ આપવાનો વાયદો કરતા હોય એવા લગ્નફેરા નુ આ દ્રશ્ય એક રાજપુતાણીની અંદર રહેલ ત્યાગ, સમર્પણ અને પ્રેમ નો અદભુત ભાવ દર્શાવી જાય છે.
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ગામના વિકલાંગ પરંતુ નાની વયે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ક્રિકેટ રમી ચૂકેલા દિગ્વિજયસિંહ પરમાર અને પોરબંદર જીલ્લા ના મોરાણા ગામ ના હીનાબા જેઠવા ના હાલ મા જ લગ્ન થયા એ પ્રસંગ નો છે.
અમદાવાદ સમય સમાચારપત્ર પરિવાર તરફ થી નવ વરવધુ ને લગ્નજીવન ની ખૂબ ખૂબ શુભકામનાઓ..