August 7, 2026
અપરાધ

નરોડા વિસ્તારમાં જ્વેલર્સ માલિકને રસ્તા વચ્ચે લઘુશંકા કરવું પડ્યું ભારે, નોકર દાગીના લઇ થયો ફરાર

નરોડા વિસ્તારમાં જ્વેલર્સ માલિક લઘુશંકાએ જતાં કરોડો રૂપિયાના સોનાના દાગીના લઈને પલાયન થઈ જનાર કર્મચારી ની ક્રાઇમ બ્રાન્ચ એ ધરપકડ કરી છે. જ્યારે ફરાર આરોપીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. આરોપી પાસેથી પોલીસ એ 2 કિલો 719 ગ્રામ સોનું કબ્જે કર્યું છે.

માણેક ચોકમાં જવેલર્સનું દુકાન ધરાવતા મુકેશભાઈ ઘાંચી 16 મી ઓકટોબર એ અલગ અલગ ડીઝાઇન ના 4 કિલો 625 ગ્રામ સોના ના દાગીના ભરેલ બેગ લઈને તેમની દુકાને થી નીકળ્યા હતા.

જે દાગીના ના સેમ્પલ વેપાર અર્થે કૃષ્ણનગર ખાતે આવેલ અક્ષર જવેલર્સ માં બતાવી ને તેઓ નરોડા નવયુગ સ્કુલ રોડ પર આવેલ અંબિકા જવેલર્સ ખાતે જવા માટે નીકળ્યા હતા. આ વખતે એક્ટિવા ફરિયાદી નો નોકર આનંદ રાજપૂત ચલાવતો હતો. બપોરે ત્રણેક વાગ્યા ની આસપાસ તેઓ કૃષ્ણનગર આદિશ્વર કેનાલ પર પહોંચતા ફરિયાદી એક્ટિવા સાઈડ પર પાર્ક કરાવીને લઘુશંકા માટે ગયા હતા. આ સમયે આનંદ રાજપૂત નામનો આરોપી એક્ટિવા અને દાગીના ભેરલી બેગ લઈને રફુચક્કર થઈ ગયો હતો. જે અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં બે આરોપી ઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી. આ ગુનાનો આરોપી આનંદ રાજપૂત શાહીબાગ નમસ્તે સર્કલ તરફ આવવાનો હોવાની બાતમી મળતા જ પોલીસે તેને ઝડપી લીધો છે.

જો કે ફરિયાદી એ તેનો પીછો કર્યો હતો. પરંતુ તે મળી આવ્યો ના હતો. ફરિયાદી એ તેને ફોન કરતા તેનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. જ્યારે ફરિયાદી એ આનંદ ને નોકરી એ રખાવનાર તેમના જ ગામના ગણેશભાઈ ઘાંચી ને ફોન કર્યો હતો. જો કે તેમનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. ફરિયાદી એ તેમના ઘરે તપાસ કરતા તેઓ પણ મળી આવ્યા ના હતા. ગણેશભાઈ એ આનંદ ને અઢી મહિના પહેલા જ નોકરી એ રખાવ્યો હતો. આરોપી ઓ મુદ્દામાલ લઈને ભાગ પડી દીધા બાદ અલગ થઈ ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલ માં પોલીસ એ આરોપી ની ધરપકડ કરી ને અન્ય ફરાર આરોપીને પકડવા માટે ની તજવીજ શરૂ કરી છે”

Related posts

અમદાવાદ: બ્લફ માસ્ટર કિરણ પટેલ કેસને લઈ મોટા સમાચાર, આજે ક્રાઇમ બ્રાંચ કરી શકે છે આ કામ!

admin

રાજકોટમાં કાર પાર્ક કરવા જેવી સામાન્ય બાબત પર બે પાડોશીઓ વચ્ચે બઘડાટી બોલાઈ, મહિલા સહિત ત્રણ ઇજાગ્રસ્ત

Ahmedabad Samay

ગુજરાત ATS ને મળી મોટી સફળતા, વર્ષ ૧૯૯૩ મુંબઇ બ્‍લાસ્‍ટના ફરાર વોન્‍ટેડ આરોપીઓને ગુજરાત એટીએસે પકડી પાડયા

Ahmedabad Samay

અમદાવાદમાં લુખ્ખા તત્વો બન્યા બેખોફ,ચાલુ ગાડીમાં બંદૂક બતાવતો વધુ એક વીડિયો થયો વાયરલ

Ahmedabad Samay

રાજસ્થાનમાં શ્રદ્ધા વોલકર જેવો ક્રૂરતા ભર્યો કિસ્સો આવ્યો સામે, લાશના કર્યા ૧૦ ટુકડા

Ahmedabad Samay

અમદાવાદની કુખ્‍યાત ડ્રગ્‍લસ સપ્‍લાયર અમીનાબાનુ અને તેના સાગરી સમીર ઉદ્દીન ઉર્ફે બોન્‍ડની ક્રાઇમ બ્રાન્‍ચે ધરપકડ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો