August 7, 2026
ગુજરાતરાજકારણ

જાણો સરકાર તરફથી ક્યા કયા લેવાયેલા નિર્ણયો

૧) અગાઉ જે ૮ મહાનગરો સહિત ૨૦ શહેરોમાં રાત્રિના ૮થી સવારે ૬ વાગ્યા સુધી કફર્યૂ હતો. ૨૦ શહેરો ઉપરાંત હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથ સહિત કુલ ૨૯ શહેરોમાં રાત્રિના ૮થી સવારના ૬ વાગ્યા સુધી રહેશે.

૨) રાજયના ૨૯ શહેરોમાં રાત્રિ કફર્યૂ ઉપરાંત વધારાના નિયંત્રણો મૂકવાની રાજય સરકારની જાહેરાત.

૩) આ નિયંત્રણ તા. ૨૯મી એપ્રિલ-૨૦૨૧ બુધવારથી તા. ૦૫મી મે-૨૦૨૧ બુધવાર સુધી અમલી રહેશે.

૪) આ નિયંત્રણો દરમિયાન ઉપરોકત ૨૯ શહેરોમાં તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.

૫) અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે.

૬) આ ૨૯ શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્ત્િ।ઓ યથાવત ચાલુ રહેશે. આ તમામ એકમોએ SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

૭) તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે.

૮) આ ૨૯ શહેરોમાં તમામ રેસ્ટોરન્ટ બંધ રહેશે. માત્ર ટેક-અવે સેવાઓ ચાલુ રાખી શકાશે.

૯) તમામ ૨૯ શહેરોમાં મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, ગુજરી બજાર, સિનેમા હોલ, ઓડિટોરિમય, જીમ, સ્વીમિંગ પુલ, વોટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્ત્િ।ઓ બંધ રહેશે.

૧૦) સમગ્ર રાજયમાં તમામ APMC બંધ રહેશે. માત્ર શાકભાજી અને ફળ-ફળાદિના વેચાણ સાથે સંલગ્ન APMC ચાલુ રાખી શકાશે.

૧૧) સમગ્ર રાજયમાં ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ બંધ રહેશે, માત્ર સંચાલકો અને પૂજારીઓ પૂજાવિધિ કરી શકશે.

૧૨) સમગ્ર રાજયમાં પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ ૫૦ ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે.

૧૩) સમગ્ર રાજયમાં લગ્ન પ્રસંગમાં નિયમો અનુસાર વધુમાં વધુ ૫૦ વ્યકિતઓ હાજર રહી શકશે. અંતિમવિધિઓમાં ૨૦ વ્યકિતઓ હાજર રહી શકશે

Related posts

ગુહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ટ્વીટ કરી આપી જાણકારી

Ahmedabad Samay

અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમા પર જન્મ જ્યંતી નિમિત્તે ફુલહાર ચડાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

Ahmedabad Samay

ભૂપેન્દ્રભાઈ પટેલે નવમા વાઇબ્રન્ટ અમદાવાદ નેશનલ બુક ફેર-૨૦૨૪નું ઉદઘાટન કર્યું

Ahmedabad Samay

અમદાવાદ સિવિલમાં અંગદાનની અભૂતપૂર્વ ઘટના: ત્રણેય પુત્રોએ ભેગા મળીને બ્રેઇનડેડ થયેલ પિતાના અંગોનું દાન કર્યું..

Ahmedabad Samay

આજ રોજ વહેલી સવારે રણજીતસિંહ ભદોરીયાનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત

Ahmedabad Samay

ગરમીમાં એક ઠંડક ભર્યા સમાચાર આવ્યા.શહેરમાં વધુ નવા ૬૦ જેટલા રુટ પર AC EV ડબલ ડેકર બસ દોડાવવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો