August 6, 2026
તાજા સમાચારદેશરાજકારણ

ભારતીય જનતા પાર્ટીને નીતિન નબીનના રૂપમાં નવા અધ્‍યક્ષ બન્યા

ભારતીય જનતા પાર્ટીને નીતિન નબીનના રૂપમાં નવા અધ્‍યક્ષ મળી ગયા છે. પીએમ નરેન્‍દ્ર મોદી અને વર્તમાન અધ્‍યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં નબીન નવા અધ્‍યક્ષ બન્‍યા છે. નબીનને આ જવાબદારી મળવા પર શુભેચ્‍છા આપતા પીએમ મોદીએ કહ્યું કે આજથી આ મારા બોસ છે અને હું તેમનો કાર્યકર્તા. તેમણે તે પણ કહ્યું કે અમારે ત્‍યાં અધ્‍યક્ષ બદલાઈ છે પરંતુ આદર્શ બદલાતા નથી.

દિલ્‍હી સ્‍થિત ભાજપના મુખ્‍ય મથકે આયોજિત એક સમારંભમાં વડાપ્રધાન  મોદી, ગળહ મંત્રી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિતના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં નીતિન નબીને આ હોદ્દો સ્‍વીકાર્યો હતો. આ સમારંભમાં પૂર્વ અધ્‍યક્ષ જે.પી. નડ્ડા, નીતિન ગડકરી, ઉત્તર પ્રદેશના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથ, રાજસ્‍થાનના મુખ્‍યમંત્રી ભજનલાલ શર્મા અને કેન્‍દ્રીય મંત્રીઓ એસ. જયશંકર તથા હરદીપ સિંહ પુરી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આજે સવારે ૧૧:૩૦ વાગ્‍યે આયોજિત આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી મંચ પર પહોંચ્‍યા હતા, જ્‍યાં તેમણે નવનિયુક્‍ત અધ્‍યક્ષ નીતિન નબીનને શુભેચ્‍છા પાઠવી હતી.

નીતિન નબીનને ભાજપના નવા અધ્‍યક્ષના રૂપમાં કાર્યભાર સંભાળવા પર શુભેચ્‍છા આપતા પીએમ મોદીએ કહ્યુ, હું નબીનને દુનિયાની સૌથી મોટી પાર્ટીના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ બનવા માટે શુભેચ્‍છા અને શુભકામનાઓ આપુ છું. છેલ્લા ઘણા મહિનાથી સંગઠન પર્વ એટલે કે પાર્ટીના નાના એકમથી લઈને રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ ચૂંટવાની વ્‍યાપક સ્‍તર પર લોકતાંત્રિક રીતે ચાલી રહેલી પ્રક્રિયા, ભાજપના બંધારણની ભાવનાને ધ્‍યાનમાં રાખી સતત ચાલી રહી હતી. જેનું આજે વિધિપૂર્વક સમાપન થયું છે.

હું એક કાર્યકર્તા છું: પીએમ મોદી

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ- આજે ભાજપનું જેટલું ફોકસ સંગઠનના વિસ્‍તાર પર છે, એટલી જ મોટી પ્રાથમિકતા કાર્યકર્તાના નિર્માણની પણ છે. ભાજપ એક એવી પાર્ટી છે જ્‍યાં લોકોને લાગે છે કે નરેન્‍દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી છે, ત્રીજીવાર પ્રધાનમંત્રી બન્‍યા, ૫૦ વર્ષની ઉંમરે મુખ્‍યમંત્રી બની ગયા, ૨૫ વર્ષથી સતત સરકારના પ્રમુખ રહ્યા છે.

તેમણે આગળ કહ્યું-આ બધુ પોતાની જગ્‍યાએ છે પરંતુ તેનાથી મોટી વાત મારા જીવનમાં છે કે હું ભાજપનો કાર્યકર્તા છું. આ સૌથી મોટો ગર્વ છે અને જ્‍યારે વાત પાર્ટીના વિષયો પર આવે છે ત્‍યારે નીતિન નબીન, હું એક કાર્યકર્તા છું અને તેઓ મારા બોસ છે.

BJP ના વારસાને આગળ વધારશે નબીનઃ PM મોદી

ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ પર પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યુપ્ર આ ૨૧મી સદી છે અને તેના ૨૫ વર્ષ પૂરા પણ થઈ ગયા છે. આવનાર ૨૫ વર્ષ ખૂબ મહત્‍વના છે. આ તે કાળખંડ છે જ્‍યારે વિકસિત ભારતનું નિર્માણ થવાનું છે અને થશે તે નક્કી છે. આ મહત્‍વના કાળખંડની શરૂઆતમાં નીતિન નબીન ભાજપના વારસાને આગળ વધારશે. આજકાલ યુવાઓની વાતમાં નીતિન નબીન ખુદ પણ એક પ્રકારે મિલેનિયલ છે, તેઓ તે પેઢીથી છે જેમણે ભારતમાં મોટા આર્થિક, સામાજિક અને ટેક્રોલોજીકલ પરિવર્તન જોયા છે

ભાજપના રાષ્‍ટ્રીય ચૂંટણી અધિકારી ડૉ. કે. લક્ષ્મણે જાહેરાત કરી હતી કે અધ્‍યક્ષ પદ માટે માત્ર નિતિન નવીનનું જ નામાંકન પ્રાપ્ત થયું હતું, જેના કારણે તેમની બિનહરીફ વરણી થઈ છે. તેમની તરફેણમાં કુલ ૩૭ સેટ નામાંકન પત્રો દાખલ કરવામાં આવ્‍યા હતા. સમગ્ર ભારતના ભાજપ સંગઠનોએ તેમને એકસાથે ટેકો આપ્‍યો છે. તેઓ ભાજપ સંગઠન અને સંગઠન અને વહીવટમાં બહોળો અનુભવ ધરાવે છે. છત્તીસગઢ ભાજપના પ્રભારી તરીકે પણ સફળ કામગીરી કરી ચૂકયા છે.

આ જ કારણસર જે.પી. નડ્ડાનો કાર્યકાળ પૂરો થયા પછી ભાજપે આ યુવા નેતા પર પસંદગી ઉતારી હતી. તેમની નિમણૂક બિનહરીફ કરાઈ છે. તેમને દેશના ભાજપ એકમો તરફથી સમર્થન સાંપડ્‍યું છે. કાશ્‍મીરથી કન્‍યાકુમારી સુધીના તમામ પ્રદેશોએ તેમના નામ પર મહોર લગાવી છે. આગામી સમયમાં ભાજપના સંગઠનને મજબૂત કરવામાં તેમની ભૂમિકા મહત્ત્વની રહેશે.

નીતિન નબીનના ગળહ રાજ્‍ય બાંકીપુરમાં જશ્‍નનો માહોલઃ આ હોદ્દો ગ્રહણ કરતા પહેલા, નીતિન નબીને મંગળવારે સવારે દિલ્‍હીના વિવિધ ધાર્મિક સ્‍થળોની મુલાકાત લઈ પૂજા-અર્ચના કરી હતી.  તેમણે સૌ-થમ ઝંડેવાલન મંદિર, ત્‍યારબાદ વાલ્‍મીકિ મંદિર અને હનુમાન મંદિરમાં દર્શન કર્યા હતા. અંતમાં તેમણે ગુરુદ્વારા બાંગ્‍લા સાહિબમાં માથું ટેકવીને આશીર્વાદ લીધા હતા.નીતિન નબીનના ગળહ રાજ્‍ય બિહાર અને તેમના વિધાનસભા ક્ષેત્ર બાંકીપુરમાં જ‘નો માહોલ છે. ૫ વખત ધારાસભ્‍ય રહી ચૂકેલા નબીનના અધ્‍યક્ષ બનવાથી સ્‍થાનિક કાર્યકરોમાં ભારે ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે.

બિહારના ભાજપ નેતા ડૉ. ગુરુ પ્રકાશ પાસવાને આ ક્ષણને ઐતિહાસિક અને ગૌરવશાળીઁ ગણાવી હતી. આ નેતળત્‍વ પરિવર્તન દ્વારા ભાજપે એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે પાર્ટીમાં સામાન્‍ય કાર્યકર પણ સર્વોચ્‍ચ પદ સુધી પહોંચી શકે છે. દિલ્‍હીના ભાજપ નેતા રમેશ બિધુડીએ આ પ્રસંગે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે, ‘જ્‍યાં એક તરફ વિપક્ષી નેતાઓ માત્ર Gen-Zની વાતો કરે છે, ત્‍યાં ભાજપમાં ૪૫ વર્ષના એક કાર્યકર રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ બની રહ્યા છે. આ જ સાચું લોકતંત્ર છે.

Related posts

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આખરે 52 વર્ષના લાંબા ઇંતજારનો અંત લાવયો, પ્રથમવાર ODI વર્લ્ડ ચેમ્પિયન બનીને ઇતિહાસ રચી દીધો

Ahmedabad Samay

શ્રીનગર-લેહ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (એનએચ-વન) પર જોઝિલા દર્રાના ઝીરો પોઇન્ટ અને મિનિમાર્ગ વચ્ચે ભીષણ હિમસ્ખલન થતાં ૬ લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા

Ahmedabad Samay

‘ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ’ (AIMPLB) દ્વારા ટૂંક સમયમાં જ સમગ્ર દેશમાં એક વ્યાપક અને મોટું રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કરશે

Ahmedabad Samay

૧૦,૦૦૦ ઓછી આવક વાળા શ્રમિકો માટે ફરી યુ-વીન કાર્ડ યોજના શરૂ

Ahmedabad Samay

આ વેબસાઈટ સેવ કરી લેજો ખૂબ ઉપયોગી છે. આધારનંબરથી જોડાયેલા તમમાં મોબાઈલ નંબર દેખાશે

Ahmedabad Samay

૭૨ વર્ષની ઉંમરે પંકજ ઉઘાસે લીધા અંતિમ શ્વાસ, ફિલ્મ જગતમાં અને ચાહકોમાં શોકનો માહોલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો