November 18, 2025
તાજા સમાચારદેશરમતગમત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આખરે 52 વર્ષના લાંબા ઇંતજારનો અંત લાવયો, પ્રથમવાર ODI વર્લ્ડ ચેમ્પિયન બનીને ઇતિહાસ રચી દીધો

ભારતીય ક્રિકેટ ટીમે આખરે ૫૨ વર્ષના લાંબા ઇંતજારનો અંત લાવતા પ્રથમવાર ODI વર્લ્ડ ચેમ્પિયન બનીને ઇતિહાસ રચી દીધો છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ ઇન્ડિયાએ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી ૨૦૨૫ વર્લ્ડ કપ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને ૫૨ રનથી હરાવીને ટ્રોફી પર કબજો કર્યો છે.

મહિલા વર્લ્ડ કપની શરૂઆત ૧૯૭૩માં થઈ હતી, પરંતુ ભારતીય ટીમ અત્યાર સુધી ક્યારેય વિશ્વ વિજેતાનું બિરુદ હાંસલ કરી શકી ન હતી. ટીમ ઇન્ડિયા આ પહેલા ૨૦૦૫ અને ૨૦૧૭ની ફાઇનલ રમી ચૂકી હતી. હવે ૨૦૨૫નું વર્ષ ભારતીય મહિલા ક્રિકેટ ઇતિહાસમાં એક નવો અધ્યાય લખી ગયું છે.

ભારતનો શાનદાર બેટિંગ પાવર:
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે નિર્ધારિત ૫૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને ૨૯૮ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ભારતને ઓપનર સ્મૃતિ મંધાના (૫૮ બોલમાં ૪૫ રન) અને શેફાલી વર્માએ સદીની ભાગીદારી કરીને મજબૂત શરૂઆત આપી હતી.

* શેફાલી વર્માએ રિપ્લેસમેન્ટ તરીકે નૉકઆઉટ તબક્કામાં આવીને ફાઇનલમાં ૭૮ બોલમાં ૨ છગ્ગા અને ૭ ચોગ્ગાની મદદથી ૮૭ રનની યાદગાર ઇનિંગ્સ રમીને ઇતિહાસ રચ્યો.
* સેમિફાઇનલની સ્ટાર જેમિમા રોડ્રિગ્સ (૨૪ રન) નિષ્ફળ રહ્યા બાદ, દીપ્તિ શર્માએ ૫૮ રનની મૂલ્યવાન ઇનિંગ્સ રમી.
* છેલ્લા તબક્કામાં રિચા ઘોષે ૨૪ બોલમાં આક્રમક ૩૪ રનની મદદથી ટીમને ૩૦૦ની નજીક પહોંચાડી. દક્ષિણ આફ્રિકા તરફથી અયાબૉન્ગા ખાકાએ ૩ વિકેટ ઝડપી.
દીપ્તિ શર્મા અને શેફાલીનો ઘાતક બોલિંગ એટેક
૨૯૯ રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમને કેપ્ટન લૌરા વુલ્ફાર્ટએ ૧૦૧ રનની શતકીય ઇનિંગ્સ રમીને જીવંત રાખી હતી. જોકે, ૩૯ ઓવર પછી જ્યારે આખા હિન્દુસ્તાનની ધડકનો વધી ગઈ હતી, ત્યારે દીપ્તિ શર્માએ બાજી પલટી નાખી.
* દીપ્તિ શર્માએ ૯.૩ ઓવરમાં માત્ર ૩૯ રન આપીને ૫ વિકેટ ઝડપી, જે ભારતીય ઇતિહાસની સૌથી મહત્ત્વપૂર્ણ બોલિંગ પૈકીની એક રહી. તેમણે જ કપ્તાન લૌરા વુલ્ફાર્ટને આઉટ કરીને ભારતને જીતની નજીક પહોંચાડ્યું હતું.
* અનપેક્ષિત રીતે, શેફાલી વર્માએ પણ બોલિંગમાં કમાલ કરી. કપ્તાન હરમનપ્રીતના દાવ પર તે ખરી ઉતરી અને તેણે સુન લૂસ તેમજ મેરિઝેન કાપની મહત્ત્વની વિકેટો લઈને આફ્રિકાની મોટી ભાગીદારીને તોડી પાડી.
દક્ષિણ આફ્રિકાની ટીમ ૨૪૬ રન પર ઓલઆઉટ થઈ જતાં, ભારત ૫૨ રનથી વિજેતા બન્યું.

૨૫ વર્ષ બાદ મહિલા ક્રિકેટને નવો ચેમ્પિયન:
આ જીત ઐતિહાસિક છે કારણ કે આ પહેલા ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ જ મહિલા ODI વર્લ્ડ કપની ટ્રોફી જીતી શક્યા હતા. છેલ્લીવાર મહિલા વનડે ક્રિકેટને નવો ચેમ્પિયન વર્ષ ૨૦૦૦માં ન્યુઝીલેન્ડના રૂપમાં મળ્યો હતો. હવે ૨૫ વર્ષ બાદ ભારત વિશ્વ વિજેતા બનીને ઇતિહાસ રચ્યો

Related posts

સુદાન પોર્ટ પર દુર્ઘટનાનો શિકાર બન્યું વિમાન, 4 સૈનિકો સહિત 9 લોકોના મોત

Ahmedabad Samay

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનસીપી ૪૦ જેટલા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર

Ahmedabad Samay

લખનઉ :બક્ષી કા તળાવ વિસ્‍તારમાં એક નિર્જન જંગલમાં ચાર યુવકોએ અપહરણ બાદ ૧૪ વર્ષની છોકરી પર દુષ્‍કર્મ આચર્યું હતું

Ahmedabad Samay

એપ્રિલથી શ્રમ કાયદામાં થઇ શકે છે મોટા ફેરફાર

Ahmedabad Samay

ઈટાલીના સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં મહેસાણાની દીકરી આશાબેન ઠાકોર અને દાહોદના પિન્કલબેન ચૌહાણે ફ્લોરબૉલ રમતમાં બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું

Ahmedabad Samay

આવતીકાલે દેશવ્યાપી બેન્ક હડતાલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો