September 13, 2024
ગુજરાતરાજકારણ

૧૦,૦૦૦ ઓછી આવક વાળા શ્રમિકો માટે ફરી યુ-વીન કાર્ડ યોજના શરૂ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અસંગઠિત ક્ષેત્ર -અનઓર્ગેનાઇઝડ સેકટરના શ્રમિકો, બાંધકામ શ્રમિકો ની ઓનલાઇન નોંધણી માટેના પોર્ટલ  ઇ – નિર્માણ અને મોબાઇલ એપ્લિકેશનનું લોન્ચિંગ ગાંધીનગરમાંથી કર્યું છે.

રાજયના શ્રમ રોજગાર વિભાગ દ્વારા ૨૦૧૫ના વર્ષથી અસંગઠિત ક્ષેત્રના કામદારોની નોંધણી કરી યુ વિન કાર્ડ આપવાની યોજના માં ૯.૨૦ લાખ અસંગઠિત કામદારો નોંધાયા છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ આવા શ્રમયોગીઓના શ્રમનો -પરિશ્રમનો મહિમા કરતાં અને રાજયની અવિરત વિકાસ યાત્રામાં આવા અદના માનવીઓ ના યોગદાન  પ્રત્યેની સંવેદનશીલતારૂપે આ નવતર પહેલ ગુજરાતમાં કરવા માટે શ્રમ રોજગાર વિભાગને પ્રેરિત કરેલો છે

શ્રમયોગીઓને પોતાનો રોજ એટલે કે કામનો દિવસ પાડીને, કામ છોડીને આવા યુ-વિન કાર્ડ અંગેની નોંધણી માટે સરકારી કચેરીએ જવું ન પડે તેવી  શ્રમયોગી કલ્યાણ સંવેદના દર્શાવીને મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ  હવે ગુજરાતમાં આ નવતર અભિગમ અપનાવી ને ઓનલાઇન અને  પોર્ટલ પર  તેમજ કોમન સર્વિસ સેન્ટર દ્વારા  આવા અસંગઠિત શ્રમિકો ની નોંધણી સરળ બનાવી છે

અસંગઠિત ક્ષેત્રના કામદારોની હવે તેમના કાર્ય વિસ્તાર કે રહેઠાણના સ્થળે જ કેમ્પ યોજીને કોમન સર્વિસ સેન્ટર દ્વારા નોંધણી થશે આવા કામદારોને તેમની ઓળખના આધારકાર્ડ, બેંક ખાતાની વિગતો, મોબાઇલ નંબર,રેશનકાર્ડ અથવા આવક પ્રમાણપત્ર જેવા જરૂરી પુરાવા અને દસ્તાવેજોના આધારે ચકાસણી કરીને સ્થળ પર જ ઓનલાઇન યુ-વીન કાર્ડ કોમન સર્વિસ સેન્ટર દ્વારા વિના મૂલ્યે આપવામાં આવશે

Related posts

આગામી દિવસોમાં અતિભારે વરસાદની શક્યતાને જોતા રેડ ઍલર્ટ અપાયું

Ahmedabad Samay

RTE માં અરજી રદ થઈ છે તેઓ ૧૯ જુલાઈ સુધીમાં તેમાં સુધારો કરી શકશે

Ahmedabad Samay

વિસનગરના કમાણા ગામના રાજપૂત યુવા સંગઠન દ્વારા ૧,૦૦,૦૦૧ નો દાન એકત્રિત કરાયું

Ahmedabad Samay

રાજકોટ મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૧૯મી એ ચૂંટણી: કોંગ્રેસે પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું

Ahmedabad Samay

અમદાવાદ – એક જ એસજી હાઈવે પર અલગ અલગ સ્પીડના બોર્ડ લગાવ્યા, વાહન ચાલકો અસમંજસમાં, લોકો જોખમમાં

Ahmedabad Samay

અમદાવાદ – તેજસ્વી યાદવ સામે માનહાનિના કેસની સુનાવણી આજે અમદાવાદ કોર્ટમાં થશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો