January 25, 2025
રાજકારણ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પાલનપુર ખાતેથી રાજ્યના 21 સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ..


મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પાલનપુર ખાતેથી રાજ્યની 21 નગરપાલિકાઓમાં રૂ. ૨૨.૬૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સીટી સિવિક સેન્ટરર્સ (જન સુવિધા કેન્દ્ર) નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આપણા યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમાજના નાનામાં નાના માનવી, નગરો-ગામોમાં વસતા લોકોને ઇઝ ઓફ લિવિંગ આપવા કરેલા સંકલ્પને સાકાર કર્યો છે. શ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી સરકારે સુશાસનના ૯ વર્ષ પૂર્ણ કર્યા છે. આ વર્ષોમાં ગરીબ અને વંચિત લોકોના ઘર આંગણા સુધી યોજનાઓ પહોંચાડી છે. વડાપ્રધાનશ્રીએ વિકાસનો મજબૂત પાયો નાખ્યો છે તેમાં પણ નાના માનવી, ગરીબ વર્ગોની સતત ખેવના કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીએ વિકાસની રાજનીતિ કેવી હોય અને સમય સાથે કદમ મિલાવતી ટેક્નોલોજીનો ઉપયોગ જનહિતમાં કેવી રીતે થઇ શકે તે દુનિયાને બતાવ્યું છે. વિશ્વના વિકસીત દેશો પણ આ વિકાસની રાજનીતિ માટે પ્રેરિત થયા છે. શ્રી નરેન્દ્રભાઇને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન તો ‘‘મોદી ઇઝ ધ બોસ’’ કહે છે તો અનેક રાષ્ટ્રોના વડાઓ શ્રી નરેન્દ્રભાઇ શું બોલે છે એના પર મીટ માંડીને બેઠા હોય છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને સતત બીજીવાર યુ.એસ. કોંગ્રેસની સેનેટની બેઠકને સંબોધન કરવાનું નિમંત્રણ મળ્યું છે એ આપણા સૌ માટે ગૌરવની બાબત છે.
તેમણે કહ્યું કે, આજના ફાસ્ટ યુગમાં ગામ, નગર કે મહાનગર દરેક વ્યક્તિને પોતાને મળતી સેવાઓ- સુવિધાઓ ઝડપી, પારદર્શી અને સરળતાએ મળે તેવી ઇચ્છા હોય છે. લોકોમાં હવે વિકાસની ભૂખ ઉઘડી છે. સેવા સેતુ દ્વારા નગરો-ગામોના લોકો પાસે સામેથી સરકાર જાય છે અને પ્રશ્નો ઉકેલે છે. તેમણે ઉમેર્યું કે, સમયથી બે ડગલાં આગળ ચાલીને આગવા વિઝન સાથે ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરી ‘ડિલીવરી એટ ડોરસ્ટેપ’ નો અભિગમ અપનાવ્યો છે. મહાનગરોમાં મ્યુનિસીપાલિટીને નગર સેવા સદન બનાવી લોકોને ઝડપી સેવાઓ આપવા ઓનલાઇન સેવાઓ આપવા ODPS, ટેક્ષ પેમેન્ટ, પ્રમાણપત્રો કઢાવવા જેવી સેવાઓ અંડર વન રૂફ એવા સિટી સિવીક સેન્ટર્સ દ્વારા અપાય છે. તેની જેમ જિલ્લા- તાલુકા મથકોએ કલેક્ટર કચેરી, મામલતદાર કચેરીમાં જનસુવિધા કેન્દ્રો તરીકે વિસ્તારી છે. સિટી- સિવીક સેન્ટર- મહાનગરો જેવી સિટીઝન સેન્ટ્રીક સુવિધા નગરોમાં નગરજનો માટે વન સ્ટોપ-શોપ-૪૦ થી વધુ સેવાઓ એક જ સાથે વિકાસવી છે. મોટા શહેરો જેવી આવી અદ્યતન સુવિધા અને સિટીઝન સેન્ટ્રીક સર્વિસીસ નાના નગરોને પણ મળે તેવા જનહિત ભાવથી નગરપાલિકાઓમાં સિટી સિવીક સેન્ટર નાગરિક સુવિધા કેન્દ્રો ઊભા કરાયા છે.

Related posts

વૈશ્વિક કક્ષાના રેલવે સ્ટેશનું આજે ઉદઘાટન

Ahmedabad Samay

નાના વહેપારીઓ ને ફરી ઉદ્યોગ ઉભા કરવા મહત્વની યોજના

Ahmedabad Samay

વડતાલના સ્વામી નૌતમે આપ્યું એવું નિવેદન કે ચૂંટણીમાં ભાજપ ઉપર થશે વોટનો વરસાદ, જાણો શું છે નિવેદન

Ahmedabad Samay

૧૭મી લોકસભાના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાના શ્રી ગણેશ વિધિવત થઇ રહયા છે

Ahmedabad Samay

એસ.વાય.ભદોરીયા ને બનાવયા તાપી જિલ્લામાં બી.જે.પી ના મીડિયા કન્વીનર

Ahmedabad Samay

21મી સદીમાં ભારતની ઓળખ બનશે પ્લાન્ડ શહેરો, ઝડપથી થઈ રહ્યું છે શહેરીકરણ: વડાપ્રધાન મોદી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો