અમદાવાદમાં દિવાળીમાં ભરપૂર મીઠાઇ-ફરસાણનું વેચાણ થતું હોય છે. ત્યારે હાલમાં કોરોના મહામારી વચ્ચે સંક્રમણનો ફેલાવો ના થાય તે માટે તંત્રએ અગમચેતી વાપરી શહેરના મોટા-મોટા બજારોમાં વેપારીઓના સુપર સ્પ્રેડર્સ કોરોના ટેસ્ટ શરૂ કરી દેવાયા છે.
AMCની ટીમ દ્વારા હાલમાં મોટા-મોટા બજારોમાં વેપારીઓના કોરોના ટેસ્ટ હાથ ધરવામાં આવી રહ્યાં છે. તમામ કાપડના વેપારીઓ તેમજ ફરસાણ-મીઠાઇના વિક્રેતાઓના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જ્લેલરી શોપ અને ગ્રોસરીની દુકાનોમાં પણ વેપારીઓના કોરોના ટેસ્ટ હાથ ધરવામાં આવી રહ્યાં છે. અમદાવાદના તમામ મુખ્ય બજારોમાં AMCની ટીમ તપાસે લાગી ગઇ છે.