December 3, 2024
ગુજરાતરાજકારણ

દિનેશ શર્માના રાજીનામાં પાછળના કારણો પરથી પડદો ઊંચકાયો

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા દિનેશ શર્માએ રાજીનામુ આપી દેતાં છેલ્લાં કેટલાંક દિવસોથી ચાલતાં વિવાદનો અંત આવ્યો છે. આ રાજીનામા પાછળના કારણો પરથી પડદો ઊંચકાયો છે.રાજયસભાની ચૂંટણી વખતે ધારાસભ્યો શૈલેષ પરમાર તથા હિંમતસિંહ પટેલને આપેલું વચન કોંગ્રેસ હાઇકમાન્ડે પાળ્યું છે. સૂત્રો પ્રમાણે જો તેઓએ આ વચન ના પાળ્યું હોત તો ૦૮ ધારાસભ્યોના બદલે ૧૦ ધારાસભ્યોના રાજીનામાં પડયાં હોત છે. આ વચન ભાગરુપે જ કોંગ્રેસ હાઇ કમાન્ડે બંને ધારાસભ્યોની વાત માનીને દિનેશ શર્માનું રાજીનામું સ્વીકારી લીધું છે.

આ અંગે ધારાસભ્ય હિંમતસિંહ પટેલે આ વાતનું ખંડન કરતાં કહ્યું હતું કે, હું આ બાબતમાં કાંઇ જાણતો નથી, કહેવા પણ માંગતો નથી. આ તો પાર્ટીની પ્રક્રિયા છે પ્રદેશ પ્રમુખ સંગઠનના વડા છે. અમે કોઇ રાજયસભા ચૂંટણી સમયે રાજીનામાંની વાત કરી નથી. અમે પક્ષમાં વફાદાર રહ્યા છીએ. અમે કોઇ આવી વાત કરી નથી. અમે રાજીનામાંની પણ માંગ કરી નથી. બધી ખોટી વાત છે. બધાં ખોટી વાત ચલાવે છે. કોર્પોરેશનનો ઇસ્યુ કોર્પોરેશન કક્ષાએ ચાલે છે. અમારું નામ કેમ ચાલે છે તે જ સમજાતું નથી.

વિરોધ પક્ષના નેતા પદેથી દિનેશ શર્માએ રાજીનામું આપ્યા બાદ  ખાલી પડેલા આ પદ પર બહેરામપુરા વોર્ડના કાઉન્સિલર કમળાબેન ચાવડા, અમરાઇવાડીના કાઉન્સિલર બળદેવભાઈ દેસાઇ તથા વિરાટનગર વોર્ડના કાઉન્સિલર રણજીતસીંહ બારડના નામો ની ચર્ચા ચાલી રહી છે.

Related posts

પેહલા કોલેજ ખુલશે ત્યારબાદ શાળા ખુલશે: ભુપેન્દ્રસિંહ ચુડાસમા

Ahmedabad Samay

છત્રપતિ શિવાજી મહારાજ અખિલ ભારતના અવિજીત હીરો છે: (૧૦૮) ભવાનીસિંહ શેખાવત

Ahmedabad Samay

મરાઠી સમાજના પંદિરકર મહારાજના નિવાસસ્થાને સમાજ અને પરિવાર સાથે મળી જન્માષ્ટમી ઉજવાઇ

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા મોદીનું સવારે ૧૦૦ વર્ષની વયે થયું નિધન

Ahmedabad Samay

બાળકોના સ્વાસ્થ્યની તપાસ માટે જીસીએસ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

નો પાર્કિંગ ફક્ત આમ જનતા માટે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો