July 26, 2026
દેશ

મુંબઇ યુનિવર્સિટી દ્વારા ‘સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ’ પ્રોગ્રામ શરૂ કરાયું, જાણો શુ છે ખાસ આ કોર્ષમાં

શિક્ષણ જગતમાં પરિવર્તનના પવન ફૂંકાઈ રહ્યા છે. મુંબઈ યુનિવર્સિટીએ આ શૈક્ષણિક વર્ષથી ‘ભારતીય જ્ઞાન પ્રણાલી’ (Indian Knowledge Systems – IKS) માં માસ્ટર્સ પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય પ્રાચીન ભારતીય વિજ્ઞાન, કલા અને વ્યવસ્થાપન પદ્ધતિઓને આધુનિક દ્રષ્ટિકોણથી સમજવાનો અને તેનો વ્યવહારિક ઉપયોગ કરવાનો છે. યુનિવર્સિટીનું ‘સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ’ હવે આ પ્રોગ્રામ દ્વારા શિક્ષણના વિવિધ ક્ષેત્રોમાં નવી ઊંચાઈઓ સર કરવા સજ્જ છે.
શું શીખવવામાં આવશે આ કોર્સમાં ?
આ માસ્ટર્સ પ્રોગ્રામ માત્ર ધાર્મિક શિક્ષણ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો સમાવેશ છે. અભ્યાસક્રમમાં ભારતીય રસાયણશાસ્ત્ર, પ્રાચીન બીજગણિત, અર્થશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝના ડિરેક્ટર ડૉ. માધવી નરસલયના જણાવ્યા મુજબ, આ અભ્યાસક્રમનો હેતુ એ નથી કે બધું જ ભારતમાં શોધાયું હતું તેવો દાવો કરવો, પરંતુ આપણા પૂર્વજોના જ્ઞાન અને અવલોકનોને તાર્કિક રીતે સમજવાનો પ્રયાસ છે. ઉદાહરણ તરીકે, ખગોળશાસ્ત્રના અભ્યાસમાં પંચાંગ નિર્માણની વૈજ્ઞાનિક પદ્ધતિઓ પર વિશેષ ભાર મૂકવામાં આવશે.
મંદિર વ્યવસ્થાપન: દેશનો પ્રથમ શૈક્ષણિક કાર્યક્રમ
યુનિવર્સિટીનો ‘મંદિર વ્યવસ્થાપન’ (Temple Management) અભ્યાસક્રમ હાલમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ કોર્સમાં મંદિરની વિધિઓ નહીં, પરંતુ વહીવટ, જાહેર ટ્રસ્ટના કાયદા, ટકાઉપણું અને મંદિરના વ્યવસ્થાપન જેવા વ્યાવહારિક પાસાઓ શીખવવામાં આવે છે. દેશમાં આ પ્રકારનો આ પ્રથમ શૈક્ષણિક કાર્યક્રમ છે જે વ્યવસ્થાપન ક્ષેત્રે એક નવી દિશા ખોલે છે.
કોણ લઈ શકે છે પ્રવેશ?
આ કાર્યક્રમોમાં પ્રવેશ લેવા માટે સંસ્કૃત ભાષાનું અગાઉનું જ્ઞાન હોવું અનિવાર્ય નથી, જે તેને વધુ સુલભ બનાવે છે. જુલાઈ માસથી શરૂ થનારા આ કોર્સમાં હિન્દુ સ્ટડીઝ અને IKS પ્રોગ્રામમાં ૩૦-૩૦ બેઠકો, જ્યારે મંદિર વ્યવસ્થાપન માટે ૬૦ બેઠકો ફાળવવામાં આવી છે. આ અભ્યાસક્રમો યુવાનોથી લઈને નિવૃત્ત અધિકારીઓ સુધીના લોકોમાં ભારે લોકપ્રિય થઈ રહ્યા છે.
મુંબઈ યુનિવર્સિટીની આ પહેલ પરંપરા અને આધુનિકતાના સંગમરૂપ છે, જે ભવિષ્યમાં નવી પેઢીને ભારતની ભવ્ય શૈક્ષણિક વિરાસત સાથે જોડવાનું કામ કરશે

Related posts

બોલિવૂડના જાણીતા અને લોકપ્રિય કોમેડિયન અભિનેતા અસરાનીનું લાંબી બીમારી બાદ ૮૪ વર્ષની વયે નિધન

Ahmedabad Samay

આગામી ૨૬ જાન્યુઆરીએ ૭૭મો પ્રજાસત્તાક દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવા,પરેડમાં આ વર્ષે પ્રાણીઓની ખાસ ટુકડી હશે શામેલ

Ahmedabad Samay

જ્ઞાનવાપી મસ્જિદ સંકુલની અંદર ‘વ્યાસ કા તેખાના’ વિસ્તારમાં હિન્દુ દેવી-દેવતાઓની પૂજા કરવાનો અધિકાર આપ્યો

Ahmedabad Samay

સારા લોકોની વાર્તાઓ આ મુશ્કેલ સમયમાં આશા અને સકારાત્મકતાની કિરણ તરીકે ઉભરી: રાજકુમાર રાવ

Ahmedabad Samay

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મોટી ઈજા થઈ છે

Ahmedabad Samay

તાજમહેલ કોણે બનાવ્યો, પહેલા અભ્યાસ કરો’, તાજ મહેલના ૨૨ રૂમ ખોલવા મામલે અરજદારને હાઈકોર્ટે ફટકાર લગાવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો