વડોદરાના હરણી તળાવમાં 25થી વધુ વિદ્યાર્થીઓ ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 3 વિધાર્થી અને 2 શિક્ષકનું મોત થયું છે. જ્યારે અન્ય વિધાર્થીઓની શોધખોળ ચાલુ છે. બોટિંગ કરતા સમયે બોટ પલટી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. વિદ્યાર્થીઓને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડ્યા હતા એવી પણ ચર્ચા જાગી છે

જાણવા મળ્યા મુજબ હરણી વિસ્તારમાં આવેલા તળાવને વિકસાવવા માટે ખાનગી એજન્સીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો તે લેક વ્યૂ નામથી તળાવ વિકસાવવામાં આવ્યું હતું જેમાં આજે બોટિંગ દરમિયાન ખાનગી સ્કૂલના ૨૫થી વધુ બાળકોને બોટમાં બેસાડવામાં આવતા બોટ પલટી ખાઈ જતા બાળકો ડૂબી ગયા ની જાણ ફાયર બ્રિગેડને થતા ઘટના સ્થળે પહોંચી જઈ બચાવ કામગીરી હાથ ધરતા પ્રાથમિક માહિતી પ્રમાણે પાંચ બાળકના મોત થયાનું બહાર આવ્યું છે
હાલમાં લખાઈ રહ્યું છે ત્યારે બચાવ કામગીરી ચાલી રહી છે. જેથી મૃત્યુઆંક વધવાની આશંકા છે. હાલ 7 વિદ્યાર્થીઓના રેસ્ક્યુ કરાયા હોવાની માહિતી મળી છે.
વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલા લેક વ્યુ હરણી ગામના તળાવ ની મુલાકાત લેવા ખાનગી સ્કૂલના બાળકો ને લઈ શિક્ષકો પહોંચ્યા હતા જ્યાં તે બાળકોને બોટીંગ કરાવવા બોટમાં બેસાડવામાં આવ્યા હતા. બુટ તળાવની વચ્ચે પહોંચતા વધુ ભારને કારણે પલટી ખાઈ જતા બાળકો ડૂબી ગયા ની બુમાબૂમ થતા તેઓને ખેંચીને બહાર કાઢવા માં આવ્યા હતા.
