September 20, 2026
ગુજરાતદેશ

બે સપ્તાહ માં ભારતની હાલત ચિંતા જનક થઇ શકે છે

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સમગ્ર દેશમાં ૨-૫ મેની વચ્ચે જ કોરોના વાયરસના ૧૨,૨૩૫ કેસ પોઝિટિવ આવતા ચિંતા વધી છે. આ ચાર દિવસોમાં જ Covid-19ના કારણે ૪૫૨ લોકોનાં મોત થયા છે. આમ આંકડાની દૃષ્ટીએ જોઈએ તો ૨-૫ મેની વચ્ચે એવરેજ રોજના ૩૦૫૯ કેસ નોંધાયા છે અને ૧૧૩ લોકોનાં મોત  થયા છે. દેશમાં લગભગ ૫૨,૯૫૨ જેટલા લોકો છેલ્લા ઓફિશિયલ આંકડા મુજબ સંક્રમિત થયા છે અને આ પૈકીના ૧,૭૮૩ લોકોની મોત થઈ ગઈ છે.

પાછલા થોડાક દિવસોમાં કોરોના વાયરસના કેસમાં અને મોતમાં ભયંકર વૃદ્ઘી જોવા મળી છે. મુંબઈમાં મંગળવારે ૬૩૫ નવા કેસ નોંધાયા હતા. મુંબઈમાં કોરોના પોઝિટિવ કેસના આંકડા ૯૭૫૮ થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે ૩૬માંથી ૩૪ જિલ્લા પ્રભાવિત છે. ગુજરાતમાં ગુરૂવારના સાંજના કેસ પર નજર કરીએ તો આ આંકડો ૩૮૮ છે.દેશના અર્થતંત્રને ચલાવવા ભારતે લોકડાઉનના ત્રીજા તબક્કામાં ઘણી છૂટછાટો આપી હતી,  આમાં દારૂની દુકાનો ખોલવાનો સમાવેશ થાય છે, જેના કારણે સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ જોવા મળયો હતો. પરપ્રાંતિઓ, મજૂરો અને વિદ્યાર્થીઓને તેમના ગામોમાં લઇ જવા માટે ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. વિદેશથી પણ હજારો લોકોને  લાવવામાં આવી રહ્યા છે.

છેલ્લા ચાર-પાંચ દિવસમાં અચાનક શું થયું છે?

કેન્દ્રીય ગૃહ મંત્રાલયનું કહેવું છે કે કેટલાક રાજયોએ સોમવારે જૂના આંકડા જાહેર કર્યા હતા. જયારે કેટલાક રાજયોએ  કોવિડ -૧૯ કેસ સમયસર રિપોર્ટ કર્યા ન હતા. સમયસર રિપોર્ટિંગ અને કોરોના કેસોનું સંચાલન કરવું જરૂરી છે. પરંતુ કેટલાક રાજયોના રિપોર્ટમાં ગાબડા  મળી આવ્યા છે. સતત દબાણ પછી, તે રાજયોએ અહેવાલ પૂર્ણ કર્યો અને કોરોના કેસની સંખ્યામાં અચાનક ઉછાળો આવ્યો. કેટલાક નિષ્ણાતો કહે છે કે કોવિડ -૧૯ ભારતમાં હજી ટોચ પર નથી અને આ કારણોસર અચાનક કોરોના કેસો અને મૃત્યુની સંખ્યામાં વધારો થઈ શકે છે.

મિશિગન યુનિવર્સિટીના બાયોસ્ટેટિસ્ટિકસના અધ્યક્ષ પ્રોફેસર ભ્રમર મુખરજી માને છે કે મેના અંતમાં ભારતમાં કોરોના ટોચ પર આવી શકે છે. જોકે, ક્રિશ્યિયન મેડિકલ કોલેજના નિવૃત્ત્। પ્રોફેસર ટી. જેકબ જોનનું માનવું છે કે લોકડાઉનને કારણે કોરોનાનો પીક જૂન-જુલાઈ સુધી મોકૂફ રહી શકે છે.

Related posts

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ પ્રથમ સ્‍વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત નેવીને સોંપ્‍યું

Ahmedabad Samay

સ્‍પીડ અને પાવર જેવી પ્રીમિયમ પેટ્રોલ બ્રાન્‍ડના ભાવમાં પ્રતિ લિટર રૂા.૨.૦૯નો વધારો કરવામાં આવ્‍યો

Ahmedabad Samay

અમદાવાદમાં રાષ્ટ્રીય લોકઅદાલતમાં  5.77 લાખ કેસનો નિકાલ થયો છે, માર્ગ અકસ્માત અને બેંકના કેસોનો પણ નિકાલ કરવામાં આવ્યા

Ahmedabad Samay

ગુજરાત ATS દ્વારા જાસૂસી કાંડમાં મોટો પર્દાફાશ,પાકિસ્તાનના એજેન્ટોને માહિતી અને આર્થિક મદદ કરી રહેલા બે લોકોની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

વડોદરામાં રુવાળા ઉભા કરિદે તેવી બની ધટના,હરણી તળાવમાં ૨૫થી વધુ વિદ્યાર્થીઓ ડૂબ્યા

Ahmedabad Samay

રસોઈગેસનું બજાર મૂલ્ય પ્રતિ સિલિન્ડર ૧૧.૫૦ રૂપિયા વધ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો