December 10, 2024
દેશ

એમ્ફાન વાવાઝોડા ના કારણે બંગાળ અને ઓડિશામાં ભારે પવન સાથે વરસાદ શરૂ.

સુપર સાયકલોન બની ગયેલું અમ્ફાન પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ભારતીય કાંઠા વિસ્તારો તરફ આગળ વધવાની સાથે જ પશ્ચિમી-મધ્ય બંગાળ ખાડી ઉપર મંગળવારે નબળું પડીને અત્યંત  ભીષણ ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું. પરંતુ આમ છતાં તેનાથી પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કાંઠા વિસ્તારોમાં ભારે તબાહી મચવાની આશંકા છે. આ તોફાન  બુધવારે  બપોરે કે પછી સાંજ સુધીમાં કાંઠા પર ત્રાટકે તેવી શકયતા છે. બંગાળ અને ઓડિશાના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. આસામ સરકારે પણ તોફાનને જોતા હાઈ એલર્ટ જાહેર કરી છે. વાવાઝોડાની અસર શરૂ થઇ છે, ઓડિશાના ભદ્રકમાં ભારે વરસાદ-પવન ફુંકાઇ રહ્યો છે. ૩ લાખ લોકોને  સલામત સ્થળે ખસેડીયા છે. ૧૮૦ કિમીની ઝડપે પવન ફુંકાય તેવી શકયતા પણ છે.

હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે બપોરથી લઇને સાંજ સુધીમાં અમ્ફાન વાવાઝોડું સ્પીડથી ઓડિશા અને પ.બંગાળના કાંઠે પહોંચશે અને તબાહી મચાવી શકે છે. સંભવિત ખતરાને  ધ્યાનમાં લઇ રાજ્યથી લઇને કેન્દ્ર સરકાર – એજન્સીઓ એલર્ટ છે. પ.બંગાળમાં પણ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. દરિયામાં પણ હાઇટાઇડ શરૂ થઇ છે. બંને રાજ્યોમાં ભારે પવન ફુંકાતા વૃક્ષો તૂટી પડયા છે. વાવાઝોડને કારણે ૩ લાખથી વધુ લોકોને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. અધિકારીઓએ  જણાવ્યું કે વાવાઝોડાના કારણે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં જોખમવાળા વિસ્તારમાં લાખો લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવામાં આવ્યા છે.  બન્ને રાજયોમાં હાઈ એલર્ટ છે કારણ કે વાવાઝોડોના કારણે તોફાની પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે તોફાની વાવાઝોડું  પારદીપથી લગભગ ૫૨૦ કિલોમીટર દક્ષિણમાં અને પશ્ચિમ બંગાળના દીધાથી ૬૭૦ કિલોમીટર દક્ષિણ પશ્યિમમાં પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી ઉપર કેન્દ્રિત કનિદૈ લાકિઅ છે. આ ૧૪ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર, ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે,  લગભગ ત્રણ લાખ લોકોને રાજયના દરિયા કિનારા ક્ષેત્રથી સુરક્ષિત સ્થાનો પર પહોંચાડ્યા છે. ઓડિશા પણ જોખમવાળા ક્ષેત્રમાં રહેતા લગભગ ૧૧ લાખ લોકોને સુરક્ષિત સ્થાન પર પહોંચાડવાની તૈયારી કરાઈ છે. પ્રક્રિયા પહેલાથી જ શરુ કરી દેવાઈ છે અને અનેક લોકોને તોફાની વાવાઝોડોના કારણે અન્યત્ર ખસેડવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં ઉત્તરી અને દક્ષિણી ૨૪ પરગના, પૂર્વી મિદનાપુર જિલ્લો અને સુંદરવનને ભારે પવન ફૂંકાવાના કારણે નુકસાન થઈ શકે છે.

Related posts

બાબા વેંગા ની ભવિષ્યવાણી ફરી ચર્ચામાં

Ahmedabad Samay

પતંજલિ એ શોધી કોરોના ને હરવાની દવા, પતંજલિ એ લોન્ચ કરી કોરોનીલ દવા,

Ahmedabad Samay

વડા­ધાન નરેન્દ્રભાઈ મોદીઍ નવમીવાર લાલકિલ્લા પરથી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો

Ahmedabad Samay

આંધ્રપ્રદેશમાં રવિવારે બે ટ્રેનની ટક્કરથી એક ભયાનક અકસ્‍માત થયો,૧૪ લોકોના મોત

Ahmedabad Samay

ઓમિક્રોનને લઇ દેશમાં ચિંતાજનક સ્થિતિ, હજુ સાવધાની રાખવી જરૂરી

Ahmedabad Samay

જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીની દિલ્હીમાંથી ધરપકડ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો