September 22, 2026
ગુજરાત

તમામ બ્રિજ ખોલવાના હોવા છતાં પાંચ બ્રિજ બંધ

લોકડાઉન ૪.૦ ના અંતિમ દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં શહેરના તમામ બ્રિજ સવારે ૭વાગે ખોલવાનો નિર્ણય લેવાયો  હતો. તેમ છતા શહેરના પાંચ બ્રિજ બંધ દેખાયા હતા.

અમદાવાદ શહેરના સરદાર બ્રિજ, દધીચી બ્રિજ બંધ, આંબેડકર બ્રિજ, ઈન્દિરા બ્રિજ અને ગાંધીબ્રિજ બંધ  દેખાયા હતા. જેને પગલે લોકોને AMCની બેદરકારીનો સામનો કરવો પડ્યો હતો. અંતે લોકોએ જાતે બેરીકેડ હટાવી અવર જવર શરૂ કરી દીધી હતી. અમદાવાદમાં ચોથા લોકડાઉનનાં તબક્કામાં માત્ર બે બ્રિજ ચાલુ રાખવામાં આવ્યા હતા. જેના કારણે  અગાઉ લોકોને અવરજવર કરવામાં તકલીફ પડતી હતી.

આજથી  અમદાવાદ શહેરના તમામ બ્રિજ ચાલુ થઈ જતા લોકોની મુશ્કેલીઓ દૂર થઈ છે. આ ઉપરાંત આજથી અમદાવાદમાં BRTSની સેવા પણ શરૂ થઈ છે, જે સવારે ૭થી સાંજના  ૭ સુધી ચાલશે. સરકારી- બિનસરકારી ઓફિસ સંપૂર્ણ સ્ટાફ સાથે કાર્યરત રહેશે. ઓફિસ- દુકાનના માલિક- કર્મચારીઓ કન્ટેઈનમેન્ટ વિસ્તારમાંથી આવી નહિ શકે.  ન્યુ કલોથ માર્કેટ, કાપડ માર્કેટ, મસ્કતી માર્કેટ વગેરે જે કન્ટેઈનમેન્ટ ઝોનમાં ન આવતા હોય તે ચાલુ રાખી શકાશે.

Related posts

હવે તમારે પૈસા ઉપાડવા માટે પ્લાસ્ટિક કાર્ડ (ડેબિટ કાર્ડ) ને એટીએમ મશીનમાં નાખવાની જરૂર નહીં પડે

Ahmedabad Samay

મહિલા ઉન્નતિ સંસ્થા દ્વારા તેમનો પાંચમો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો.

Ahmedabad Samay

હવામાન અપડેટ – અમદાવાદ સહીત આજે રાજ્યમાં જાણો ક્યાં રહેશે વરસાદી માહોલ

Ahmedabad Samay

ભાજપના ઉમેદવારો પોતાના મત વિસ્‍તારમાં શુભેચ્‍છા મુલાકાત શરૂ કરી ચુંટણી પ્રચારના શ્રી ગણેશ કરી રહયા છે

Ahmedabad Samay

કોરોના સંકટમાં આત્મારામ પરમારનો સન્માન કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

વિરમગામ – હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દ્વારા પેરીડોમેસ્ટિક કામગિરી ઉપરાંત પોરાનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો