આંતરાષ્ટ્રીય બજારમાં કિંમતમાં વધારાના કારણે દિલ્હીમાં રસોઈગેસનું બજાર મૂલ્ય પ્રતિ સિલિન્ડર ૧૧.૫૦ રૂપિયા વધારવામાં આવ્યો છે. જોકે તેનાથી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થી પ્રભાવિત થશે નહી. કારણકે વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના હેઠળ ૩૦ જૂન સુધી તેને ફ્રીમાં સિલિન્ડર આપવામાં આવશે. અન્ય શહેરોમાં પણ ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડરના ભાવ આજથી વધારો કરવામાં આવ્યો છે.
કલકત્તામાં ૩૧.૫૦ રૂપિયા, મુંબઈમાં ૧૧.૫૦ રૂપિયા અને ચેન્નાઇમાં ૩૭ રૂપિયા મોંઘો થયો છે, હોટેલ, રેસ્ટોરન્ટ વગેરેમાં ઉપયોગ થનારા ૧૯ કિગ્રાના રસોઈ ગેસની કિંમત ૧૦૦ રૂપિયાથી વધુ છે. દિલ્હીમાં તેની કિંમત ૧૧૦ રૂપિયા વધીને ૧૧૩૯.૫૦ઙ્ગ રૂપિયા અને ચેન્નાઈમાં ૧૦૯.૫૦ રૂપિયા વધીને ૧૨૫૪ રૂપિયા થયો છે.