January 19, 2025
ગુજરાત

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સતત ત્રીજા દિવસે મેઘમેહેર

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં શનીવાર મોડી રાત્રીથી શરૂ થયેલ મેઘમહેર આજે સતત ત્રીજા દિવસે યથાવત છે.સોરઠમાં મેઘાનું જોર વધુ છે મોરબીથી કચ્‍છ સુધીના વિસ્‍તારમાં ઓછો વરસાદ વરસ્‍યો છે.

 

આજે સવારે જુનાગઢના કેશોદ, માળીયાહાટીના વંથલીમા ૩ ઇંચ, જુનાગઢ, માંગરોળ, ઘોઘા, ભાવનગર, ગોંડલ, કોટડાસાંગાણીમાં ર ઇંચ, કલ્‍યાણપુર, તાલાલા, જામકંડોરણામાં દોઢ તથા વેરાવળ અને ધોરાજીમાં ૧ ઇંચ વરસાદ પડયો છે.

સવારથી સર્વત્ર ડોળ યથાવત છે અને હળવા ભારે ઝાપટા સાથે વરસાદ વરસી રહ્યો છે તંત્ર એલર્ટ થઇ ગયું છે.

જુનાગઢ જિલ્લામાં સતત બીજી રાત્રે પણ મેઘાનો મુકામ રહ્યો હતો. જેમાં જુનાગઢ, માંગરોળ, માળીયા, અને વંથલીમાં રાત્રે અનરાધાર વરસાદ વરસ્‍યા બાદ આજે સવારે પણ મેઘ મહેર યથાવત રહેતા જનજીવન છિન્ન ભિન્ન થઇ ગયું છે.

જુનાગઢ શહેર અને આસપાસના વિસ્‍તારોમાં ઉપરાંત ગીરનાર તેમજ દાતાર જંગલ પર્વતમાં ગઇકાલે બપોર બાદ વરસાનું જોર ધીમુ પડયું હતું પરંતુ મોડી રાત્રીથી મેઘરાજા અનરાધાર તુટી પડયા હતા જેના કારણે ફરી પાણી પાણી થઇ ગયું હતું.

ભારે વરસાદથી જુનાગઢના નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાય ગયા હતા તેમજ રાબેતા મુજબ જોશીપરા, અનેઝાંઝરડા રોડ અંડર બ્રિજ પાણીની છલોછલ થઇ ગયા હતા.

જુનાગઢમાં આજે સવારે ૬ થી૮ના બે કલાકમાં વધુ બે ઇંચ વરસાદ નોંધાતા લોકો વધુ મુશ્‍કેલીમાં મુકાઇ ગયા હતા.

જુનાગઢની માફક કેશોદ, માળીયા, વંજલીમાં સવારે વધુ ત્રણ ઇંચ તેમજ માંગરોળમાં બે ઇંચ વરસાદ ખાબકયો હતો.

જુનાગઢ જિલ્લામાં આજે સવારે પુરા થયેલ ર૪ કલાક દરમ્‍યાન કુલ ૧૬પપ મીમી વરસાદ થતા મોસમનો કુલ વરસાદ ૮પપ૬ મીમી એટલે કે ૯૧.૭૪ ટકા મેઘમહેર થઇ છે

જેમાં કેશોદ ૮૭ (૭૬૮) મી.મી. જુનાગઢ ર૧૪ (૮૦૭ મી.મી.) ભેસાણ ૧૦પ (પ૬૬) મેંદરડા ૧૪૮ (૮૭૬૯), માંગરોળ ૬૪ (૧૦૮૦) માણાવદર ૧૦૬ (૮૭૦) માળીયા ૧ર૬ (૯રપ) વંથલી ૧ર૩ (૮૧૧) વિસાદવર વિસ્‍તારમાં૪૬૮ (૧૧પપ) વરસાદ નોંધાયો હતો.

જિલ્લામાં ર૪ કલાકમાં સૌથીવધુ ૪૬૮ મીમી એટલે ૧૯ ઇંચ વરસાદ નોંધાતા લોકો પરેશાન થઇ ગયા હતા.

વિસાવદર પછી જિલ્લામા઼ બીજા ક્રમે ર૧૪ મીમી ૮ ઇંચ વરસાદ સાથે જુનાગઢ રહેલ છે

દરમ્‍યાન આજે સવારના ૬ થી૮ ના બે કલાકમાં જુનાગઢ ૪પ, કેશોદ, ૬૮ મી.મી.મેંદરડા ર૦, માંગરોળ-૪ર, માણાવદર, ૪ મી.મી. માળીયા હાટીના ૭૯ મી.મી.વંથલી ૭૮ મી.મી. અને વિસાવદરમાં ૧રમી મી.વરસાદ પડયાનું નોંધાયું હતું.

Related posts

ઠક્કરનગરમાં વિરલ ગોલ્ડ પેલેસમાં કરેલી લૂંટનો સી.સી.ટી.વી. ફૂટેજ આવ્યો સામે

Ahmedabad Samay

પોરબંદર છાયા પાલિકા તંત્ર દ્વારા આખલા પકડો અભિયાન શરૂ કરવા માંગ

Ahmedabad Samay

અમદાવાદ થી ગુમ થયેલ છે.

Ahmedabad Samay

જમ્મુ કાશ્મીરમાં થયેલ આંતકી હુમલા વિરોધ વિરોધમાં બજરંગ દળ કર્ણાવતી મહાનગર દ્રારા રેલીનું આયોજન કરાયું

Ahmedabad Samay

નરોડામાં આવેલ મધુવન ગ્લોરી ફ્લેટ પાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરવાની સમસ્યા યથાવત, જનતા થઇ ત્રાહિમામ

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ધૈર્યરાજસિંહને મદદરૂપ થવા મુહિમ ચલાવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો