અષાઢીબીજે અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા ૩ રથ સાથે સાદાઈથી નીકળશે, કોરોનાના કહેર વચ્ચે અમદાવાદમાં આ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાદાઈ પૂર્વક નીકળશે, રથ ખેંચાય એટલા જ પૂરતા મર્યાદીત સંખ્યામાં ખલાસીઓ જ જોડાશે,ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના ત્રણ રથ નગરચર્યાએ નીકળશે.
ભાવિભક્તો એ ઘરબેઠા ટીવી ઉપર જ દર્શન કરવા અપીલ કરાઈ છે , ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત અમદાવાદમાં ૧૪૩મી રથયાત્રા માત્ર ૩ રથો સાથે યાત્રા નીકળશે