પેટ્રોલ-ડીઝલની કિંમતને જોઈને તેની અછતને પહોંચી વળવા માટે સતત બે સપ્તાહ સુધી ૪૦-૫૦ પૈસા દરરોજ ભાવ વધારવા પડશે.
ઓઇલ માર્કેટિંગ કંપનીઓ કિંમતોની સમીક્ષા બાદ રોજના પેટ્રોલ અને ડીઝલના રેટ નક્કી કરે છે. ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ રોજના સવારે ૬ વાગ્યે પેટ્રોલ અને ડીઝલની દરોમાં સંશોધન કરીને જાહેર કરે છે.