September 20, 2026
ગુજરાત

ઓક્‍ટોબર મહિનામાં સાબરમતીથી સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી સુધી અને સાબરમતીથી પાલીતાણા સુધીની સી પ્‍લેન ચલાવવાની યોજના શરૂ થશે

કેન્દ્રીય વહાણવટા મંત્રી શ્રી મનસુખ માડવિયાએ ગુજરાતમાં અમદાવાદથી સરદાર સરોવર (નર્મદા) અને શેત્રંુજી ડેમ (પાલીતાણા) સુધી જળ મુસાફરીની નવી સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે.
  કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવીયાએ   નિવેદન આપતા જણાવ્યું હતું કે, “સી પ્લેનનો ટુરિઝમ માટે દુનિયામાં વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થઇ રહ્યો છે. તેવી જ રીતે ભારતમાં પણ સી પ્લેનનો ઉપયોગ વ્યાપક રીતે થાય તે હેતુસર પીએમ મોદીનાં નિર્દેશ મુજબ દેશમાં ઉડાન યોજના અંતર્ગત   16 રૂટ પર સી  પ્લેન યોજના શરૂ કરવામાં આવશે. જેમાંથી ગુજરાતમાં 2 રૂટ પર સી પ્લેન યોજના શરૂ થશે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “સાબરમતી  પરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી અને સાબરમતીથી પાલીતાણા શેત્રુંજય ડેમ સુધી અકીલા સી પ્લેન યોજના શરૂ કરવામાં આવશે.

ઓક્ટોબર સુધી ગુજરાતમાં  પ્રવાસીઓ માટે સાબરમતીથી સી પ્લેન યોજના શરૂ કરવામાં આવશે. સાબરમતી અને સરદાર સરોવર-નર્મદા રોડ પર સી-પ્લેન યોજના ચાલુ કરવાથી પર્યટન વધારવામાં પણ મદદ કરશે.” અત્રે નોંધનીય છે કે સમુદ્ર વિમાનને સી પ્લેન કહેવામાં આવે છે કે જે પાણીની સપાટી પર ઉતરાણ કરવામાં સક્ષમ હોય છે.

કેટલાંક  સમુદ્રી વિમાનો પણ આ રીતે ઉડાન ભરી શકે છે અને જમીન અને પાણી એમ બંનેની સપાટી પર ઉતરાણ કરી શકે છે.  સાબરમતીથી સ્ટેચ્યુ ઓફ  યુનિટી 200 કિમીની યોજના તો સાબરમતીથી પાલીતાણા સુધીની 250 કિમીની યોજના રહેશે. હાઇડ્રોગ્રાફિકલ સર્વેનું કામ પુર્ણ થયું છે. આવનારા 10થી 15 દિવસમાં  જેટ્ટી બાંધવાનું કામ શરૂ કરવામાં આવશે. એવિએશન મંત્રાલય સાથે મળીને ત્રણેય જગ્યાએ હંગામી ટર્મિનલ પણ ઉભું કરવામાં આવશે

Related posts

૨૦૨૧ ના શરૂઆતમાં મળશે કોરોના વેકસીન,

Ahmedabad Samay

લોકડાઉન ૫ માં ઘણી બધી છુટછાટ

Ahmedabad Samay

ભારત જોડો યાત્રા 2.0 : શું રાહુલ ગાંધી ગુજરાતથી પોતાના પ્રવાસની શરૂઆત કરી શકે છે?

Ahmedabad Samay

ગુજરાતનાં ઓપિનિયન પોલ પ્રમાણે કોને કેટલી સીટો મળવાનો દાવો

Ahmedabad Samay

ધોરણ-૧ર બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ તા. ૧ જુલાઇ ર૦ર૧ ગુરુવાર થી યોજાશે

Ahmedabad Samay

એલ.જે. યુનિવર્સિટી બ્લોકચેન આધારિત મૂલ્યાંકન અને માર્કશીટ વેરિફિકેશન કરનારી ભારત ની પ્રથમ યુનિવર્સિટિ બની

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો