અમદાવાદમાં તહેવારોના પગલે લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમોનું પાલન કર્યુ ન હતુ. લોકો બજારોમાં કીડિયારાની જેમ ઊભરાયા હતા. કોરોનાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. અમદાવાદમાં પહેલા સરકારી હોસ્પિટલો ફુલ થઈ અને તેના પછી હવે ખાનગી હોસ્પિટલો પણ ફુલ થઈ ગઈ છે. અમદાવાદના હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સના પ્રમુખ ડો. ભરત ગઢવીએ જ આમ જણાવ્યું છે. ખાનગી હોસ્પિટલના 90થી 95 ટકા બેડ ભરાઈ ગયા છે,
જેને પગલે શહેરમાં ચાની કિટલી, પાનના ગલ્લા, પાણી પુરીની લારીઓ, હોટલ- રેસ્ટોરન્ટ, દાબેલી- સેન્ડવીચ સેન્ટરો ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો તુટી પડી છે. જે જગ્યા પર ભારે ભીડ દેખાય અને સોશિયલ ડિસ્ટન્સ જોવા ન મળે તે બધા જ એકમો બંધ કરવામાં આવી રહ્યા છે.
કોરોના કેસમાં વધારો થતા તંત્ર એલર્ટ બન્યું છે મનપા દ્વારા ખાણીપીણીની જે જગ્યા પર ભારે ભીડ અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ જોવા મળી રહ્યો છે તેને તાત્કાલિક સીલ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. એસજી હાઇવે પર આવેલ બર્ગર કિંગ અને મણિનગરમાં પાણી પુરીઓ પર વધારે ભીડ હોવાથી બંધ કરાવવામાં આવી છે.