September 21, 2026
અપરાધગુજરાત

ગુજરાત એટીએસની ટીમ ઉપર ફાયરીંગ

અમદાવાદમાં ગઈરાત્રે ગુજરાતની એનટી ટેરરીસ્ટ સ્કવોર્ડ (એટીએસ) ઉપર હુમલો થયો છે, ગુજરાત એટીએસની ટીમ ઉપર મુંબઈના શાર્પશૂટરો દ્વારા ફાયરીંગ કરવામાં આવ્યું છે,

ગુજરાત એટીએસના હિમાંશુ શુકલાને મંગળવારે રાતે ૧૦ વાગ્યે બાતમી મળી હતી કે છોટાશકીલના ૨ શાર્પ શુટર અમદાવાદ આવી ગયા છે અને રિલીફ રોડ પાસે આવેલી હોટલ વિનસમાં રોકાયા છે. જેથી એટીએસ અને ક્રાઈમબ્રાન્ચને ટીમ તૈયાર કરવામાં આવી હતી. પોલીસે ગૂગલમાં હોટલનું નામ સર્ચ કર્યું હતું. ગૂગલમાં હોટલ મળી આવી ન હતી. એટીએસના હિમાંશુ શુકલા, ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી દીપન ભદ્રન તેમની ટીમ સાથે રિલીફ રોડ પર ખાનગી વાહનોમાં પહોંચ્યા હતા. રિલીફ રોડ પર હોટલની તપાસ શરૂ કરી હતી. રાતે ૧૨.૩૦ વાગ્યે હોટલ VINUS મળી હતી. હોટલ કન્ફર્મ થતાં એટીએસથી ચાર ચેતક કમાન્ડોને બોલાવી લેવાયા હતા.

હોટલ Vinusમા રૂમમાં વ્યકિત હોવાની બાતમી પાકી થતાની સાથે જ ક્રાઈમ અને એટીએસની ટીમ બહાર ગોઠવાઈ ગઈ હતી. ચાર અધિકારીઓ જેમાં એટીએસ DIG હિમાંશુ શુકલા, ક્રાઈમ બ્રાન્ચ DCP દીપન ભદ્રન DYSP ભાવેશ રોજીયા, DYSP કે.કે પટેલ સાથે હોટલના રૂમ સુધી પહોંચી ગયા હતા. DIG હિમાંશુ શુકલા, DCP દીપન ભદ્રન અને ૨ એસીપી હોટલના રૂમમાં રાતે દોઢ વાગ્યે ઘૂસી ગયા હતા. આ ઘટનામાં રાતે ૧૦ વાગ્યે માહિતી હતી અને ૩ કલાકમાં હોટલ શોધી હતી. ક્રાઈમ બ્રાન્ચ, એટીએસ અને કારંજ પોલીસ મળી ૫૦ લોકોની ટીમે ઓપરેશન પાર પાડ્યુ હતું. આ ઘટનામાં ઇરફાન ઉર્ફે કાલીયાને અમદાવાદ એટીએસ ટીમ સહિત અન્ય ટીમોએ ઝડપી પાડ્યો હતો. ઇરફાન મુંબઈનો છે. જયારે આ દ્યટનામાં અન્ય એક આરોપી ફરાર હોવાનું સામે આવી રહ્યું છે.

ATS અને કાઈમ બ્રાંચ ટીમ પર ફાયરીગ કરનાર મુંબઇનો શાર્પ શૂટર રીલીફરોડ પાસે આવેલ વિનસ હોટલના ૧૦૫ નંબરના રૂમમાં રોકાયો હતો. શાર્પ શૂટરે હોટલમાં મોહમ્મદ રફીફ નામનું આધાર કાર્ડ કોપી આપી હતી. મંગળવારે સવારના ૧૦ વાગ્યે હોટલમાં રોકાવા આવ્યો હતો.

પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, ભાજપના નેતાની હત્યાનું ષડયંત્ર નિષ્ફળ કરવામાં આવ્યુ છે. છોટા શકીલ ગેંગના સાગરિતની ધરપકડ કરાઈ છે. આ દ્યટનામાં ભાજપના નેતાની હત્યાનું ષડયંત્ર હતુ. રિલીફ રોડ પરની વિનસ હોટલનો ઘેેરો કરી મોડી રાત્રે તપાસ કરવામાં આવી હતી. જેમાંથી એક શંકાસ્પદ વ્યકિત લોડેડ રિવોલ્વર સાથે હતો. જેમાં ધરપકડ કરવા જતા શૂટરે ફાયરિંગ કર્યુ હતું. અન્ય ૧ વ્યકિતની પણ શોધખોળ શરૂ કરાઈ છે. ધરપકડ કરેલા શખ્સના મોબાઈલમાંથી વધુ અંગેની વિગતો મળી આવી છે.પોલીસ તંત્રની સતર્કતાથી આવા ષડયંત્રો નાકામ રહ્યું છે. આરોપીઓ પાસેથી મળેલા મોબાઈલના ટેકિનકલ ડેટામાં વિગતો ઉપલબ્ધ હોવાની વાત કરી છે. આ સિવાય ભાજપ કાર્યાલય કમલમનો વીડિયો પણ મળ્યો હોવાની વાત કરી છે

 

Related posts

અમદાવાદના માધુપુરામાં ભત્રીજાનો કાકાના આખા પરિવાર ઉપર એસિડ એટેક

Ahmedabad Samay

કાલે ગુજરાત રાબેતા મુજબ જ ચાલશે, ગુજરાતમાં ભારત બંધની અસર નહિ દેખાય: વિજય રૂપાણી

Ahmedabad Samay

આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગ્રાહકની ફરિયાદ બાદ પ્રહલાદનગરનું મેકડોનાલ્ડ્સ આઉટલેટ નિયમના ઉલ્લંઘન બાદ સીલ કરી દેવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ ફાયર વિભાગની સરાહનીય કામગીરી – માત્ર ૫૪ દિવસમાં ૨૦૦ થી વધુ લોકોની જિંદગી બચાવી

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા ૩ વર્ષની દીકરી પર થયેલ બળાત્કારના પીડિત પરિવારને યોગ્ય આર્થિક સહાય આપી ન્યાય આપવા માટે માંગણી કરી

Ahmedabad Samay

આગામી 28 મે વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, CM ભુપેન્દ્ર પટેલે તંત્રને સતર્ક રહેવા જણાવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો