December 10, 2024
મનોરંજન

યામી ગૌતમ અને વિક્રાંત મેસીની રોમાન્ટિક અને કોમેડી ફિલ્મ ‘ગિન્ની વેડ્સ સની’ ૦૯ ઓક્ટોબરે નેટફ્લિક્સ પર રિલીઝ થશે

યામી ગૌતમ અને વિક્રાંત મેસીની ફિલ્મ ‘ગિન્ની વેડ્સ સની’ની રિલીઝ ડેટ સામે આવી  છે. ‘ગિન્ની વેડ્સ સન્ની’ના નિર્દેશક પુનીત ખન્ના છે. ફિલ્મ ‘ગિની વેડ્સ સન્ની’ 9 ઓક્ટોબરના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. ફિલ્મની બંનેની પહેલી ઝલક સાથે રિલીઝ ડેટની ઘોષણા કરવામાં આવી છે. તરણ આદર્શે ટ્વીટર પર આ પોસ્ટર શેર કર્યું છે.

ગિન્ની વેડ્સ સની ‘યામી ગૌતમ અને વિક્રાંત મેસી ભજવી રહ્યા છે. પુનીત ખન્ના નિર્દેશિત આ ફિલ્મનું પ્રીમિયર 9 ઓક્ટોબર 2020 ના રોજ નેટફ્લિક્સ પર આવશે. ‘યામી ગૌતમ અને વિક્રાંત મેસીએ આ ફિલ્મમાં પહેલીવાર સાથે કામ કર્યું છે. ફિલ્મ ‘ગિન્ની વેડ્સ સન્ની’ નું પહેલું ગીત રિલીઝ થઈ ગયું છે. સોની મ્યુઝિક ઇન્ડિયાના બેનર હેઠળ આ ગીત રજૂ કરવામાં આવ્યું છે. આ ગીત કૃણાલ વર્માએ લખ્યું છે. આ ગીત પાયલ દેવ દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે અને દેવ નેગીની સાથે ગાયું પણ છે. ‘ગિન્ની વેડ્સ સની’ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મમાં વિક્રાંત મેસી સનીની ભૂમિકામાં છે, જ્યારે યામી ગૌતમ ગિન્નીમાં જોવા મળશે. આ ફિલ્મમાં અભિનેતા વિક્રાંત મેસી કલાપ્રેમી રસોઇયાની ભૂમિકામાં છે. ફિલ્મની પટકથા નવજોત ગુલાતી અને સુમિત અરોરાએ લખી છે. બ્યુટી પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું નિર્માણ વિનોદ બચ્ચને કર્યું છે. પુનીત ખન્ના દિગ્દર્શિત ગિન્ની વેડ્સ સની 9 ઓક્ટોબરના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થશે

Related posts

લોકડાઉનમાં દિલ લુભાવે તેવો વિડીયો થયો વાયરલ

Ahmedabad Samay

Tridha Choudhary: ‘આશ્રમ’ની ‘બબીતા’એ બ્લેક ટૂ-પીસમાં આપ્યા એક કરતાં વધુ બોલ્ડ પોઝ, લોકોએ ખરાબ રીતે ટ્રોલ કરી!

Ahmedabad Samay

‘ખાવા માટે પૈસા નહોતા, રહેવા માટે છત ન હતી, લોન પર વિચિત્ર કપડાં પહેર્યા હતા…’ ઉર્ફીએ જણાવી આપવીતી..!

admin

કિસી કા ભાઈ કિસી કી જાનના ટ્રેલર લોન્ચ વખતે સલમાન ખાને શહેનાઝ ગિલના સંબંધોનો પર્દાફાશ કર્યો? કહ્યું- શહનાઝ તમે આગળ વધો…

Ahmedabad Samay

પોન્‍નિયિન સેલ્‍વન ૧’ ઘણા વર્ષોની મહેનત બાદ તૈયાર થયેલી બિગ બજેટ ફિલ્‍મ છે. આ ફિલ્‍મે થિયટર્સમાં પહોંચતાં જ ધમાલ મચાવી

Ahmedabad Samay

Parineeti Chopra: રાઘવ ચઢ્ઢા સાથેના અફેર અને લગ્નના સમાચાર વચ્ચે પરિણીતી ચોપરાને મળ્યા ‘ગુડ ન્યૂઝ’, ચાહકો આનંદથી ઉછળી પડ્યા!

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો