August 9, 2026
ગુજરાત

૦૬ માસ બાદ પ્રવાસીઓ માટે ખુલ્યા દીવના તમામ બીચ

કોરોનાના સંકટ વચ્ચે પહેલા લોકડાઉન અને હવે અનલોક જાહેર થયા બાદ ધીમે ધીમે જનજીવન પાટે ચડતું જાય છે તો યાત્રાધામ તેમજ ગુજરાતના પર્યટન સ્થળો સોમનાથ, દ્વારકા, અંબાજી વગેરે પણ ખુલ્યાં છે તો દીવ જતા પ્રવાસીઓ માટે પણ ખુશીના સમાચાર આવ્યાં છે,

દીવ વહીવટી તંત્રએ હવે પ્રવાસન સ્થળના તમામ બીચ ખુલ્લા મુકવાના નિર્ણય લેતાં સ્થાનિક દુકાનદારો તેમજ વેપારીઓમાં પણ આનંદનું મોજું ફરી વળ્યું છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં નાગવા, જલંધર સહિતના બીચ ખુલ્લા મૂકવામાં આવ્યા છે.

તંત્રએ આ તમામ બીચ પર ન્હાવા જવાનો પ્રતિબંધ યથાવત રાખ્યો છે. જેથી બીચ તો ખુલી ગયા છે પરંતુ પ્રવાસીઓ ન્હાવાનો આનંદ નહીં માણી શકે. કોરોના મહામારીના કારણે તબક્કાવાર ચર્ચ, કિલ્લો તેમજ ગુફા સહિતના સ્થળો ખોલી દેવાયા હતાં. હવે બીચ પણ ખુલી જતાં સ્થાનિક વેપારીઓમાં પણ ખુશી જોવા મળે છે. જોકે, આ સાથે જ સોશ્યિલ ડિસ્ટન્સ તેમજ માસ્ક સહિતનો પણ ખ્યાલ રાખવામાં આવશે.

Related posts

આપ દ્વારા ભાજપની તમામ નિષ્ફળતાઓની પોલ ખોલવા માટેનો સમાંતર કાર્યક્રમ યોજાશે

Ahmedabad Samay

AMC દ્વારા 8 જેટલી મિલકતોમાં ફાયર NOCને લઈને બેદરકારી સામે આવતા સીલ કરાઇ છે.૪ સિનેમા, ૨ હોસ્પિટલ અને ૨ ફૂડ કોર્ટ સીલ કર્યા

Ahmedabad Samay

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગરમી ઘટવા સાથે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના વરસાદની આગાહી કરી

Ahmedabad Samay

અમદાવાદમાં ગુમ થયેલા 3 બાળકો આખરે કાલુપુરથી મળી આવ્યા, જાણો શું હતો મામલો

Ahmedabad Samay

લોકડાઉન માં ફસાયેલા લોકોને વતન વાપસી માટે રેલવે યાત્રા નો ખર્ચ કોંગ્રેસ સરકાર ઉઠાવશે : સોનિયા ગાંધી

Ahmedabad Samay

ગાંધીનગર: ગૃહમાં રાજ્ય સરકારે સ્વીકાર્યું, છેલ્લા 3 વર્ષમાં 325 સિંહના મૃત્યું થયા, આટલાના અકુદરતી રીતે મોત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો