વારાણસી જિલ્લા અદાલતે આજ રોજ જ્ઞાનવાપી મસ્જિદ સંકુલની અંદર ‘વ્યાસ કા તેખાના’ વિસ્તારમાં હિન્દુ દેવી-દેવતાઓની પૂજા કરવાનો અધિકાર એક પૂજારીના પરિવારને આપ્યો હતો.
જિલ્લા ન્યાયાધીશ અજય કૃષ્ણ વિશ્વેશે પણ જિલ્લા મેજિસ્ટ્રેટને ભોંયરામાં કબજો લેવા અને આગામી 7 દિવસમાં પૂજા શરૂ થાય તેની ખાતરી કરવા જણાવ્યું હતું.
કોર્ટે પૂજારીના સગાને જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં દેવી-દેવતાઓની પૂજા કરવાનો અધિકાર આપ્યો, હિંદુ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ વિષ્ણુ શંકર જૈન,
”
વારાણસી કોર્ટના નિર્ણય બાદ હવે વ્યાસજીના ભોંયરામાં નિયમિત પૂજા-અર્ચના થશે. કાશી વિશ્વનાથ ટ્રસ્ટ બોર્ડ દ્વારા પૂજા-અર્ચના થશે.
હિન્દુ પક્ષો કોર્ટના નિર્ણયથી મોટી જીત થઈ હોવાનું કહ્યું છે અને ૩૦ વર્ષ બાદ ન્યાય મળ્યો હોવાનો દાવો કર્યો છે. ત્યાં નવેમ્બર-૧૯૯૩ સુધી પૂજા-અર્ચના કરાઈ હતી.
શૈલેન્દ્ર કુમાર પાઠકે વારાણસીના જ્ઞાનવાપી પરિસરમાં આવેલ વ્યાસજીના ભોંયરામાં પૂજા-પાઠ કરવાનો અધિકાર આપવાની માંગ કરતી અરજી કરી હતી, જેના પર ગઈકાલે સુનાવણી હાથ ધરાયા બાદ જિલ્લા ન્યાયાધીશે આદેશને સુરક્ષિત રાખી લીધો હતો અને આજે નિર્ણય સંભળાવ્યો હતો.
આ અરજીમાં હિંદુ પક્ષનો દાવો છે કે, નવેમ્બર ૧૯૯૩માં તે વખતની રાજ્ય સરકારે વ્યાસજીના ભોંયરામાં પૂજા-અર્ચના અટકાવી દીધી હતી, જેને પુનઃ શરૃ કરવાનો અધિકાર આપવામાં આવે. બીજી તરફ મુસ્લિમ પક્ષે પ્લેસ ઑફ વર્શિપ એક્ટનો ઉલ્લેખ કરી અરજીને રદ કરવાની માંગ કરી હતી. જોકે કોર્ટે મુસ્લિમ પક્ષની અરજીનો અસ્વિકાર કર્યો છે અને હિન્દુ પક્ષને જ્ઞાનવાપીના વ્યાસજી ભોંયરામાં પૂજા-અર્ચના કરવાનો અધિકાર
